________________
ઉપદેશસંગ્રહ–૫
૪૬૩ સમય માત્રનો પ્રમાદ ન કર. સમય તે આત્મા છે. પ્રમાદમાં વિષયકષાય છે, મમત્વભાવ છે. ભાવ ફરી જાય છે તે ન ફરી જવા દેવા. બધી મુશ્કેલીઓનો ઉપાય–સીઘામાં સીધો, સરળમાં સરળ ભક્તિ છે. પુણ્યાઈ છે તે સૂર્ય જેવી છે તે આમ વળ્યો કે અંઘકાર. પુષ્પાઈ છે ત્યાં સુધી કરી લેવું. આત્મા બધે છે. કાગડા-કૂતરા આત્મા છે; પણ તેને વાત ન કહેવાય. મનુષ્યભવ દુર્લભ છે. કરી લેવું. સમકિતી છે તે વિસામો લે; તેને રસ્તાની ખબર છે તેથી ઘર આગળ પહોંચે. સમકિત ક્ષાયિક કરવાનું છે.
તા. ૪-૪-૩૫ રાંકના હાથમાં રતન આવ્યું છે. તેની કિમત નથી. નહીં તો “આત્મસિદ્ધિનાં વચનો લબ્ધિરૂપ છે ! કેવું ઘન ! કેટલી કમાણી ! કંઈ ફિકર નથી. આત્મા આત્મામાં છે, કર્મ કર્મમાં છે. પાણી મેલું થયું તેથી પાણી અને મેલ એક નથી. સોનું ગમે તેટલું તપે પણ તે સોનું છે. ગમે તેટલા કર્મના ઉપસર્ગ આવે પણ આત્મા તે આત્મા છે. સંબંઘથી વેદના જણાય; પણ સંબંઘ તે સંબંધ છે.
કહ્યું છે તે ધ્યાનમાં છે ? તેનો જ વિચાર રાખવો. આત્મા જ જોવો. બીજું જોયું તો આસ્રવ; આત્મા જોયો તો સંવર. આસ્રવમાં સંવર તે આમ છે. તમે અહીં બેઠા છો તેથી આ દેખાય છે. મુંબઈ જાઓ ત્યારે મુંબઈ દેખાય; તેમ આ સંબંઘ મળી આવ્યા છે તેથી આ દેખાય, પણ તે ભિન્ન છે.
તા. ૧૨-૪-૩૫ મુમુક્ષુ–મોક્ષ કેમ મળે ?
પ્રભુશ્રી–આત્મા અરૂપી છે. તેની ઓળખાણ કરવી જોઈએ, માહિત થવું જોઈએ. ભણ્યા પછી વાંચતાં આવડે છે; તેમ ભેદી મળવો જોઈએ, પછી સમજણ આવે.
તા. ૧૪-૪-૩૫ ભાવ ત્યાં ભગવાન છે. તમે ભક્તિ કરશો ત્યાં ભગવાન હાજર છે. ભાવ રાખવાનો છે; પછી બીજું.
“મૂળ મારગ સાંભળો જિનનો રે.” મૂળ માર્ગ શું ? આત્મા. જન એટલે લોક અને જિન એટલે આત્મા. વૃત્તિ ચારે તરફ ફરે છે તેને અટકાવીને હવે સાંભળો. જ્ઞાની કહે છે, અમને કંઈ પૂજાની સ્પૃહા નથી, અમને ભવનું દુઃખ ગમતું નથી, અમારે પ્રતિબંધ કરવા નથી. તમને આવડતું હોય તો સિદ્ધાંત ઉપરથી આ વચનની તુલના કરજો. હવે બઘી ભેદ ફોડીને વાત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org