________________
૪૬૨
ઉપદેશામૃત
બોઘ તે સદાવ્રત જેવું છે, તે જ આધાર છે, એવું દૃઢ થવું જોઈએ. જ્ઞાનીપુરુષનાં વચનામૃત કેવા આશયથી લખાયાં છે તે તો દશા આવ્યે ખબર પડે. તેનું તોલન કરવા જેવું આપણું સામર્થ્ય નથી. આત્મા સિવાય તેમાં બીજું કંઈ નથી. તે લક્ષમાં રાખવા જેવું છે. ૫રમાર્થ સમજાય નહીં અને મતિકલ્પનાથી અર્થ કરવો તે મહા ભયંકર છે. સમજવાની ભાવના રાખવી; પણ મતિકલ્પનાના કાટલે જ્ઞાનીપુરુષનાં વચનની તુલના ન કરવી. પરમકૃપાળુદેવે ઈડરમાં કહેલું કે નીચેવાળો માણસ પહાડ ઉપર આપણે બેઠા છીએ ત્યાં શું છે તે જાણી ન શકે. ઉપર ચઢીને જુએ તો ખબર પડે. પણ ઉપરવાળો માણસ નીચે શું થાય છે તે જોઈ શકે, તેમ ઊંચી દશાવાળા જ્ઞાની બધું જાણી શકે. પણ નીચી દશાવાળાને જ્ઞાનીનો આશય સમજાય નહીં. માટે સમજવાની ભાવના રાખવી.
તા.૨૭-૩-૩૫
મનુષ્યભવ ચિંતામણિ છે. ચિંતવ્યું હોય તે મળે. મનથી જેવો ભાવ કર્યો હોય તેવું ફળ મળે છે. ચિંતામણિ કહેવાય કે નહીં ? જીવની પાસે મન, વચન, કાયા છે, તે રૂપી છે; પણ આત્મા ન હોય તો મડદાં છે. જુઓ, આત્મા અરૂપી છે. કેવો ગુપ્ત રહ્યો છે ! જીવની સાથે શું આવે છે ? ધર્મ. ધર્મ ક્યાં રહ્યો છે ? બધા પાસે શું છે ? ભાવ. ભાવથી પરિણમન થાય છે. કાને શબ્દ પડ્યો તે પરિણમે છે. તેનું ફળ આવે છે.
⭑ ⭑
તા.૨૯-૩-૩૫
આત્મા અરૂપી છે. દેખાય કે નહીં ? આત્માથી આત્મા દેખાય. પહેલાં ભણે; પછી વાંચતાં આવડે. પરોક્ષ થવું જોઈએ. પછી પ્રત્યક્ષ થાય.
ઊંઘે છે, ૫૨માં મમત્વ છે; જાગ્યો નથી. ઘરમાં જાય તો બેસાય; ત્યાં સુધી ભટકવાનું છે. આ જીવ ભટકે છે સંકલ્પ-વિકલ્પ, વાસનાથી. ઉપાય શું ? સમિકત. ઘંઘો હોય તેવું કહેવાય, દરજીનો હોય તો દરજી કહેવાય, એક આંખ ફૂટી તો બાડો કહેવાય; પણ આત્મા તેવો છે ? સંયોગ છે.
તા.૩૦-૩-૩૫
શાંતિ, સમતા, ક્ષમા ક્યાં હોય ? ધર્મ હોય ત્યાં. ધર્મ ક્યાં હોય ? હમણાં કહીશું; તમને ખબર છે, સામાન્ય કરી નાખ્યું છે. “ઉપયોગ તે ધર્મ છે.' વિચાર કોને આવે ? જડને ન આવે. ઉપયોગ રાખતાં મહેનત પડે છે; કારણ કે કર્મ છે, આવરણ છે, વિશ્ર્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org