________________
ઉપદેશસંગ્રહ-પ
૪૬૧
વિચારવું કે તે દુ:ખ દેહને થાય છે, તેને જાણનાર તે હું છું. પણ તેની મને ખબર નથી. જ્ઞાનીએ આત્મા જોયો છે તેવો મારો આત્મા છે; મને તે માન્ય છે. ગમે તેટલું દુઃખ આવે તો પણ શ્રદ્ધા રાખવી કે જાણનાર તે જુદો જ છે. દુઃખ દેહને થાય છે. જમીન ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે; પ્રકાશ તે સૂર્ય નથી, સૂર્ય જુદો છે. ‘વાત છે માન્યાની.' શ્રી વીતરાગ ભગવાને કહ્યું છે, ‘સીં પરમ વુદ્ધહા.' શ્રદ્ધા રાખવાની છે.
તમારી પાસેથી અમારે કંઈ લેવું નથી, અમારા કરવા નથી, કંઠી બાંધવી નથી કે બીજો ધર્મ મનાવવો નથી. તમારું છે તે તમારે માનવાનું છે. વિશ્વાસ છે તેથી કહેવાનું થાય છે. વિશ્વાસ ન હોય તો સામાન્યપણું થઈ જાય—એમ થાય કે આમાં શું કહ્યું ? આવું તો ઘણીય વાર સાંભળ્યું છે. તેમ ન કરવું. અહીં આત્માની વાત છે. આ વાત જુદી જ છે. જેનું ચિંતવન કર્યું હોય તે દેખાય છે. આત્મા જેવો ચિંતવ્યો હોય તેવો દેખાય છે. પણ તે અરૂપી છે, આંખે દેખાય તેમ નથી. જ્ઞાનવૃષ્ટિથી દેખાય તેમ છે. તે ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખવાની છે કે મને મારો આત્મા દેખાતો નથી પણ તે છે, જ્ઞાનીઓએ જોયો તેવો મારો આત્મા છે.
“દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે.’’
‘અપૂર્વ અવસર'માં અપૂર્વ વાત છે ! તેમાં જણાવ્યું છે તે પ્રમાણે ભાવના કરવી. જોતાંની સાથે રૂપ દેખાય છે; પણ આત્મા છે તો આંખો જોઈ શકે છે. માટે પહેલો આત્મા જોવો. દેખાય છે તે તો જડ છે, આત્મા નથી.
“જગત આત્મારૂપ જોવામાં આવે.'' તે કેમ દેખાશે ? ફેરવવાનું શું છે ? સમજણ. જનકવિદેહીને શું કર્યું હતું ? સમજણ. ઝૂંપડાં બળતાં જોઈ બધા ‘સંન્યાસીઓ તુંબડી વગેરે લેવા દોડ્યા; પણ જનકવિદેહીએ વિચાર્યું કે નગરી બળતાં મારું કંઈ બળતું નથી. ‘દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે''–સમજણ ફેરવવાની છે. બીજું બધું છે તે ય પડી રહેવાનું છે.
શ્રેણિક રાજાને અનાથી મુનિનો બોઘ થયો, સમજણ ફરી. ‘મારું' મનાતું હતું તે મારાપણું મટી ગયું. બાકી બધું રાજપાટ, વૈભવ, સ્ત્રી, વગેરે જે પ્રારબ્ધ હતું તે પ્રમાણે રહ્યું.
પહેલો વિશ્વાસ જોઈશે, પ્રતીત જોઈશે. બધા મંત્ર લઈ જાય છે તે પુણ્યનું કારણ છે. પણ કલ્યાણ થવા માટે સાચા થવાની ભાવના જોઈશે.
દુકાળ પડ્યો હોય છે ત્યારે દયાળુ શેઠિયાઓ ગરીબોને ખાવાનું મળે તેવી સગવડ કરે છે. તેમ આ કાળ તે કળિયુગ છે. પરમાર્થનો દુકાળ પડ્યા જેવું છે. આવા કાળમાં જ્ઞાનીપુરુષોનો
૧. જનકવિદેહીના ગુરુ જ્યારે જનક રાજા સભામાં આવે ત્યારે વ્યાખ્યાન શરૂ કરતા હતા. શ્રોતાઓમાં ઘણા સંન્યાસીઓ પણ હતા. તે નદીકિનારે ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેમને ઈર્ષા થવા લાગી કે અમે ત્યાગી છીએ અને આ જનકરાજા ગૃહસ્થ છે, છતાં ગુરુ તેમનું બહુમાનપણું કેમ રાખે છે ?
તે વાત ગુરુના સમજવામાં આવી. તેથી એક દિવસે ગુરુએ નદીકિનારા ઉપરનાં ઝૂંપડાં બળતાં હોય તેવો ચમત્કાર બતાવ્યો. તે જોઈ બધા સંન્યાસીઓ પોતાના તુંબડાં, કપડાં, માળા, આસન વગેરે લેવા દોડ્યાં. બીજે દિવસે જનક રાજા સભામાં આવ્યા પછી મિથિલા નગરી બળતી દેખાડી, પણ જનક રાજાએ કહ્યું કે મારું કંઈ બળતું નથી. એમ કરી વ્યાખ્યાનમાં શાંતિથી બેસી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org