________________
ઉપદેશામૃત
પ્રભુશ્રી—વૃષ્ટિ ફરી નહીં. દૃષ્ટિ ફરી હોય તો ભવાયાનો વેષ સમજે. ખેલમાં રમવા ભળી ન જાય. આત્મા દેખાય તો મોહ રહે નહીં, બોઘ સાંભળીને ભાવ કરે ત્યારે પરિણમન જુદું થાય. આત્મા ભલે ન દેખાય, પણ માને કે જ્ઞાનીએ તો આત્મા જોયો છે, તેવો જ છે એમ શ્રદ્ધા રાખે. વેષ ઉતારી નાખવો સહેલો છે. આપણા બાપ, તેના પણ બાપ હતા કે નહીં ? છતાં અત્યારે શું મનાયું છે ? જે દેખાય છે તે મનાયું છે. ઝાડતળે બેઠો વિસામો ખાવા ત્યાં ઝાડને પોતાનું માની લીધું.
૪૬૦
મુમુક્ષુમિથ્યા શું ? જડ ને ચેતન બે જુદા છે તે બન્ને સત્ છે, પછી મિથ્યા કેમ કહ્યું ? પ્રભુશ્રી—જેમ છે તેમ સમજવું જોઈશે. જ્ઞાનીએ કહ્યું છે :
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન; સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે.''
સુપ્રતીતિપણે સમજાવું જોઈએ. સમજણ આવ્યે પરિણમન થાય. સમકિત કરી લેવાનું છે. આત્મા દેખાતો ન હોય, પણ શ્રદ્ધાએ સમકિત કહ્યું છે. આત્માની શ્રદ્ધા થયા પછી આત્મા દેખાશે. પરોક્ષનું પ્રત્યક્ષ થાય છે.
તા.૩-૯-૩૪
પ્રભુશ્રી—ગાળાણુ ધમ્મો, બાળાÇ તવો.' બે પ્રકારે આજ્ઞા છે. નિશ્ચયથી ગુરુ આત્મા છે; પણ વહેવારમાં પણ ગુરુ કરવા જોઈએ. વહેવાર કાઢી નાખ્યું ચાલે તેમ નથી. માન્યતા, શ્રદ્ધા કોની કરવાની છે ? કોણ કરે છે ? જડ કંઈ માન્યતા કરે તેમ નથી. શ્રેણિકે શું કર્યું ? ‘ઝબકે મોતી પરોવી લે’આનો શું અર્થ ?
૧. મુમુક્ષુ—અનાદિકાળથી જીવ અંઘકારમાં જ ચાલ્યો આવે છે. હવે મનુષ્યભવ આદિ સામગ્રી મળી છે તે વીજળીના ઝબકારા જેવી છે. તેવામાં જો મોતી પરોવાઈ ગયું તો ખોવાશે નહીં.
૨. મુમુક્ષુ—મોતી શું ? સોય શું ? ઝબકારો શું ?
૧. મુમુક્ષુ—સત્પુરુષનો જોગ તે ઝબકારો. મોતી તે ભાવ. તૈયાર થઈ રહેવું જોઈએ. પ્રભુશ્રીભાવ કરવાના છે. જડથી ભાવ નહીં થાય. જ્ઞાની તો સાગરવરગંભીરા છે. તેમણે તો બધે આત્મા કહ્યો. ક્રોધ આત્મા, માન આત્મા, કષાય આત્મા, અજ્ઞાન આત્મા. દુર્લભ સામગ્રી છે. ચેતવા જેવું છે.
તા.૧૩–૧૧–૩૪
જેમ દાળ અને ચોખા જુદા છે તેમ અમારે આત્મા જુદો જણાવવો છે. આત્મા છે તો આ બધું છે. આવો દેહ દેખાય છે તે પણ આત્માને લઈને, નહીં તો બાળી મૂકે. વ્યાધિ થાય ત્યારે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org