________________
ઉપદેશસંગ્રહ-પ
૪૫૯
:
કરવાનું એક જ છે ઃ સમકિત, શ્રદ્ધા. તે થઈ જાય તો કામ થઈ જાય. રૂપિયા હોય તો દેખાડાય, પણ આ દેખાડાય તેવું નથી. ધર્મ, આત્મા તે અહીં છે; તે સિવાય બીજે ધર્મ નથી. ધર્મના નામે ભલે ગંગા નાહવા જાય, કથા વાંચે; પણ ધર્મ તો આત્મા છે.
અમે કહીએ છીએ તે હા, હા કહી જાઓ છો પણ ગળે ઊતરતું નથી. તમે સાંભળ્યું તે ન સાંભળ્યા જેવું છે. તુંબડીમાં કાંકરા—ખુલ્લું કહેવાતું નથી. ‘કીલી ગુરુકે હાથ.’
મુમુક્ષુ—તમે માનવાનું કહો છો પણ બધા ય મહાવીરને માને જ છે.
પ્રભુશ્રી—ક્યાં માન્યો છે ? જોડે પંદરસો લફરાં રાખ્યાં છે. જો એકને માનો તો કામ થઈ જાય, પણ આ તો બીજું માન્યું છે, તેથી તકરાર, વાંઘા, ગચ્છ ઊભા થયા છે. જો આત્મારૂપે જગત જોવામાં આવે તો બધાને નમસ્કાર થાય કે નહીં ? પણ આ તો જાણે નમસ્કાર કરતા ય ભડકી જાય ! ક્યાં એકને માન્યો છે ? એકને માને તો તો કંઈ કરવાનું રહેતું નથી. જુઓ, દૃષ્ટિમાં ફેર છે કે નહીં ? એક માણસ સ્ત્રીને હાડકાં-માંસરૂપે જુએ અને એક ઉપરની ચામડી જુએ. બેની દૃષ્ટિમાં કેટલો ફેર ? એક નરકની ગતિમાં જાય તેવા વિકાર કરે અને બીજો પુણ્ય ઉપાર્જન કરે. તેમ સમ્યગ્દષ્ટિથી મહાવીરને માને તો કામ થાય. દૃષ્ટિફેર છે.
આ જીવ માયાના સ્વરૂપમાં કેવી રીતે ફસાઈ જાય છે ! માયાના સ્વરૂપમાંથી પાછો વળ. બધાનો વિચાર કર્યો, પણ મરણ ક્યારે આવશે તેનો વિચાર કર્યો ? આ જીવ ઘડી નવરો પડતો નથી. સંકલ્પ વિકલ્પમાંથી નવરો થતો નથી. આત્માને સંભાળતો જ નથી. બધે આત્મા આત્મા છે. આત્મા દેખાતો નથી; પણ ભાવ કર. તેમાં કંઈ મહેનત નથી. તે જોવા માંડ. તેની શ્રદ્ધા કરવાની છે. સત્ અને શીલ : સત્ આત્મા, શીલ તે ત્યાગ. બધું મૂકીને હવે આ લક્ષ રાખો. માયાના સ્વરૂપમાં ખળી જઈ શું થાય છે તે જોયું ? આ મનુષ્યભવ જશે, પછી શું કરશો ? હવે બીજું બધું મૂકી દો. આનો વિચાર કરો. રાજા મરીને કીડો થાય, કીડો ઇન્દ્ર થાય, ઇન્દ્ર વનસ્પતિમાં પણ જાય ! બધું દુઃખ, દુઃખ ને દુ:ખ છે. આત્માની માન્યતા કરવામાં કંઈ આપવું પડતું નથી. હવે ચેતી જાઓ, જાગૃત થઈ જાઓ. કહેવામાં બાકી રાખી નથી, ચેતાવ્યા છે. બુદ્ધિમાન ચેતી જશે.
પ્રભુશ્રી—પાપક્રિયા ચાલી આવે છે તે મોહથી. પણ મોહ કેમ જાય ?
મુમુક્ષુ—શાનથી.
પ્રભુશ્રી—જ્ઞાન કેમ થાય ?
મુમુક્ષુ સત્પુરુષની કૃપાથી.
પ્રભુશ્રી—કેવળી પાસે કોરો કેમ રહ્યો ?
મુમુક્ષુ—અવળી આરસી રાખી, એટલે સન્મુખ સૃષ્ટિ ન થઈ.
Jain Education International
For Private & Personal Use Only
તા.૨૯-૩૪
www.jainelibrary.org