________________
૪૫૮
ઉપદેશામૃત તમે ગોદો મારજોને એટલે હું હસીશ. ખેલ થયો, બઘા હસ્યા; પણ ગોદો નહીં આવેલો તેથી તે હસ્યો નહીં. પછી એક જણાએ ગોદો માર્યો એટલે તે એકલો હસવા લાગ્યો. તેવું ન થાય માટે આંખ જોઈશે.
તા. ૨૯-૮-૩૪ દેવગતિમાં માનસિક દુઃખ ઘણાં છે, એવો વિચાર સમકિતીને જ હોય છે. સમકિતી આત્મા ઉપર લક્ષ રાખે છે. આત્મા છે એવું જરૂર માનો. આત્મા છે ?
મુમુક્ષુન્હા, જ્ઞાનીએ જોયો છે.
પ્રભુશ્રી જ્ઞાનીએ તો આત્મા જોયો છે; પણ આ પ્રતીતિ આવે છે કે આત્મા ન હોય તો આ સાંભળે કોણ ? તેને ભૂલવાનો નથી. મિથ્યાવૃષ્ટિ દેહ જ જુએ છે. તે ભૂલી જાઓ. આત્માની ઓળખાણ રાખો.
તા.૩૦-૮-૩૪ સમ્યવૃષ્ટિ આત્મા સિવાય કંઈ પોતાનું ગણે નહીં. ગજસુકુમારે શું કર્યું ? ઘીરજ. ગાંઠે બાંધી લો ધીરજ, સમતા, ક્ષમા. વેદની વખતે વિચારવું કે મારું છે તે જવાનું નથી; અને જે જાય છે તે તડકાછાયાં જેવું છે પણ તેને મારું માનું જ નહીં. ગજસુકુમારને જ્ઞાની મળ્યા હતા. તેમણે જે માન્ય કરાવ્યું હતું તે જ પોતાનું માન્યું; બાકી બધું પર જાણ્યું. બધાયે જવાના છે– પર્યાયને કેમ મારા માનું ?
જ્ઞાનીએ શું કર્યું છે ? રાગ, દ્વેષ અને મોહ કાઢ્યા છે. આ જીવનું ભૂંડું કોણ કરે છે ? પૂજાની ઇચ્છા, પુદ્ગલની, પારકાની ઇચ્છા શું રાખવી ? હવે શામાં મોહ કરવો ? મોહ કર્યો કે ફસાયો. નારકીને દુઃખ ભોગવતી વખતે કોણ બચાવવા આવે છે ? કોઈ કોઈનું નથી.
તા.૧-૯-૩૪ બઘાની કાળજી કરી છે, બઘાની સંભાળ રાખી છે, બઘાની ચિંતા કરી છે; પણ આત્માની કાળજી, ચિંતા, સંભાળ કરી નથી. ચારે ગતિમાં બધે દુઃખ, દુઃખ ને દુઃખ છે. ઋષભદેવ ભગવાન આગળ અઠ્ઠાણું પુત્ર ગયા હતા તેમણે પૂછ્યું તે વાતના જવાબમાં એક જ કહ્યું છે :
"संबुज्झहा जंतवो माणुसत्तं दछु भयं बालिसेणं अलंभो एगंतदुःक्खे जरि एव लोए सक्कम्मणा विपरियासु वेइ"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org