________________
ઉપદેશસંગ્રહ-૫
૪૫૭. ઈશ્વર કોણ ? આત્મા. તેનાથી મોટો ઈશ્વર કોઈ નથી. ભીંત ઉપર ઘોડાના ભાવ કર્યા હોય તો ઘોડો જણાય છે. તેમ “સહજત્મસ્વરૂપનું સ્મરણ કર્યું હોય તો કાળે કરીને તેરૂપ થવાય છે. તેવા ભાવ થયા કે બધેથી ઊઠી જવાય છે.
કોઈ વાત સાંભળતાં “હા, હા' કહેવાઈ જવાય છે; તેમ સત્સંગમાં આત્માની વાત સાંભળી તેમાં પરિણમન થાય છે. કેટલાક પ્રસંગે એમ કહેવાઈ જાય છે કે હવે નહીં ભૂલું, કદી નહીં ભૂલું; તેમ આત્માની વાતનું થવું જોઈએ. શ્રેણિક રાજાને અનાથી મુનિનો ઉપદેશ સાંભળતાં સમકિત આમ થયેલું. શ્રદ્ધા, સત્ શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા કરવી. તે જ કરવાનું છે.
જ્ઞાની મળ્યા, વચન સાંભળ્યાં, બધું કર્યું પણ કોરો રહ્યો; કારણ, શ્રદ્ધાની ખામી. આત્મસિદ્ધિ'માં બધું છે. કોઈને કંઈ પૂછવા જવું પડે તેમ નથી.
શુભ, અશુભ, શુદ્ધ ભાવ. ઘર છે તેમાં કૂતરાં આવતાં હોય તે હાંકી કાઢીએ તેમ અશુભ ભાવ કાઢવા. સારા માણસો આવે તેમ શુભ ભાવ આવવા દેવા. પણ ઘર છે તે બંધ કર્યું હોય તો કોઈ આવે નહીં, તેમ શુભાશુભ ભાવ આવતા બંધ થાય તે શુદ્ધ ભાવ. ઘર છે તે કંઈ જતું રહેતું નથી. સૂરજ છે, વાદળ આવે ને જાય; તેમ સૂરજ તે શુદ્ધ ભાવ, વાદળ તે શુભાશુભ ભાવ. આત્માનું વીર્ય જાગે તો વાદળ ચાલ્યાં જાય છે. વાદળ હોય ત્યારે પણ સૂરજ કંઈ જતો રહેતો નથી.
તા.૨૭-૮-૩૪ બધું વિનાશી છે. બઘા મમતા કરી કરીને ચાલ્યા ગયા છે. માટે હવે ચેતી જાઓ. આત્માની શ્રદ્ધા કરી લો. શ્રદ્ધા એવી કરો કે વજની ભીંત જેવી. બીજું તે આત્મા મનાય નહીં અને આત્મા તે બીજું મનાય નહીં. બીજે પરિણમી ગયો છે, આમ પરિણમી જવાનું છે. અનંતાનુબંઘી ગયા હોય ત્યારે ખબર પડે, બધું મોળું લાગે, બધું કરે પણ રસ આવે નહીં. ભાવના કરવાની છે. લોકો શ્રાવણ મહિનામાં કથા બેસાડે છે; પણ અહીં તો રોજ શ્રાવણ મહિનો છે. આત્મા ક્યારે નથી ? તેની વાત કરવી છે.
મુમુક્ષુ–ખંભાતમાં સાંભળેલું કે આપનો સંગ કરવો નહીં.
પ્રભુશ્રી–વાત ખરી છે. અમે ઉઘાડું કહી દેખાડીએ છીએ. ખરું ગ્રહણ થઈ જાય, પછી ફરે કેમ ? આ બધા હવે જાણી ગયા કે અહીં આત્માની જ વાત છે, તો બેઠા છે. પણ સાંભળ્યું ન હોય ત્યાં સુધી દોડાદોડ કરે; તેમ બઘાનું થાય છે. વાત તો એક છે : “આત્મા'. પણ તેટલું કધે રસ પડે નહીં તેથી તેની વિસ્તારથી વાત કરવી પડે છે ને તેથી રસ આવે છે. પડદો નાખ્યો હોય અને અંદર બઘા જા-આવ કરે પણ રસ ન આવે. જ્યારે પડદો ઊઘડે, બઘા ખેલ કરે ત્યારે રસ પડે. પણ આંખ જોઈએ. આંખ ન હોય તો શું દેખાય ? એક આંધળો હતો તેને ખેલ જોવાનું મન થયું. બધાને કહે, મને લઈ જાઓ. બઘા કહે, તું શું જોશે ? આંધળાએ કહ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org