________________
ઉપદેશામૃત
અનધિકારીપણું શું ? વાસના બીજી થઈ રહી છે, તેથી અન્—અધિકારીપણું છે. આત્મામાં ભાવ થશે તો અઘિકારીપણું આવશે; ત્યાં સુધી તેની ભાવના રાખવી. જેનો અભ્યાસ થઈ ગયો હોય તે ઊંઘમાં પણ સાંભરે છે; માટે અભ્યાસ કરી નાખવો.
૪૫૬
સમજાતું નથી તેનું કારણ શું ? મન ભટકી રહ્યું છે તેથી સમજાતું નથી. પછી અભ્યાસ થશે ત્યારે સમજાશે. મનને બાંધ્યું કે પછી પરિણમન થશે. પરિણમન થયું કે સમજાશે.
આ જીવને સત્સંગ અને બોધની જરૂર છે. આત્માની વાત બીજે સાંભળવા નહીં મળે. તે સાંભળવાથી મન બીજે ભટકતું અટકી જાય છે, પાપ સંક્રમણ થઈ પુણ્ય થાય છે. તે બધાનું કારણ ભાવ ફરે છે તે છે. મન બીજે ભટકતું અટકી જાય છે એટલે હજારો ભવ અટકી જાય છે.
તન, મન, ઘન અર્પણ કરવાં એટલે તે પોતાનાં ન માનવાં. ગુરુનું સ્વરૂપ સમજવું જોઈએ. ગુરુ કંઈ લેતા નથી; પણ તેમાંથી પોતાપણું છોડાવે છે.
‘વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે.' વીતરાગે કહ્યો એટલે તે વાતમાં કોઈ વિરોઘ આવે નહીં રાગ નહીં કરવો, દ્વેષ નહીં કરવો તે બધાને સંમત છે. પછી બીજી મારામારી ક્યાં રહી ? ધર્મને નામે બધા ઝઘડા કરે છે તે ધર્મ નહીં. ધર્મ તો રાગદ્વેષથી મુકાવું તે છે. કંઈ અમારે કંઠી બંઘાવવી નથી કે બીજું કંઈ મનાવવું નથી. આત્માને મનાવવો છે. ઉદય પ્રમાણે આ બધું બની આવ્યું છે. તે કંઈ મુકાય તેમ નથી; પણ મારાપણાની માન્યતા મુકાવવી છે. આત્મા અરૂપી છે, તે દેખાતો નથી; પણ જ્ઞાનીના કહેવાથી તે વાત માન્ય છે. તે માન્યતા કરાવવી છે.
વિશ્વાસ હોય તો આજ્ઞા પળાય. મોટું ગામ હોય પણ તે કંઈ કામમાં આવે નહીં, પણ એક ઓળખાણ હોય તો ખાવાપીવા મળે. વનમાં ભીલનો વળાવો હોય તો તે લૂંટાય નહીં, તેમ સત્પુરુષમાં વિશ્વાસ હોય તો ધર્મને નામે ઠગાય નહીં. ઉપયોગ તો છે જ. ઉપયોગ હોય ત્યાં આત્મા છે. શ્રદ્ધા હોય તો આમનું આમ ફરે, પશ્ચિમને બદલે પૂર્વ દેખાય. તેમ વિશ્વાસ હોય તો જડને બદલે આત્મા દેખાય. એ ચમત્કાર છે, પણ વિશ્વાસ, શ્રદ્ધા નથી.
તા.૯-૬-૩૪
ગાડીને આંકડો જોડાય છે, વહાણની સાથે નાનું વહાણ ચાલે છે; તેમ સદ્ગુરુનું અવલંબન હોય તો જ મોક્ષમાર્ગે જવાય છે. અવલંબન તે આંકડો છે. સદ્ગુરુ શું આપે છે ? સમજ. સમજ ફરે છે, ભાન ફરે છે તે જ મોટામાં મોટી કમાણી છે. ફરે છે તે ખબર ન પડે. માટે વિશ્વાસ જોઈએ; વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ આ ક્રમ છે.
છોકરો નાનો હોય અને બાપનું કહ્યું માને તો બધું સહેલું થઈ પડે છે, તેમ સદ્ગુરુનું વચન માન્ય રાખવામાં લાભ થાય છે. આત્માની વાત તો ઘણા કરે છે; પણ સદ્ગુરુ તો ચોટ કરાવે છે. બીજી રીતે ચોટ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org