________________
ઉપદેશસંગ્રહ-૫
૪૫૫ સતું, જગત મિથ્યા.' આત્માની યથાર્થ વાત થતી હોય ત્યાં ગમે તે ભોગે જવું. કોડી સાટે રતન ન ગુમાવો.
તા.૧૨-૩-૩૪ ભેદજ્ઞાન થયા પછી આનંદઘનજીની માફક કહી શકાય કે “અબ હમ અમર ભયે, ન મરેંગે.” જ્ઞાનીનું સ્વરૂપ આમાં વર્ણવ્યું છે. દેહ, માંદગી વગેરેને જ્ઞાનીએ તેનું માન્યું નથી. પછી કાળ કોને પકડે ? કાળ નાસી જાય છે. જગત આત્મારૂપ માનવામાં આવે છે, તેવા જ્ઞાનીને કાળ શું કરે ? અમને કૃપાળુદેવે હાથમાં લખીને કહ્યું હતું કે આ ભ્રમ અને આ બ્રહ્મ. ભેદજ્ઞાન થયું, પછી રાગદ્વેષ થાય કેમ ? જડ ને ચેતન કેમ મનાય ? માન્યતા ફરી ગઈ. વાણિયા, બ્રાહ્મણ, કંઈ નથી; આત્મા છે. તે જ માનવાનો છે.
ઓળખાણ થવા માટે સાંભળવું જોઈશે. ઓળખાણ વિના ખબર ન પડે. જડ-ચેતનની વાત કરી તેથી કંઈ લાભ નથી; પણ ઓળખાણ થવું જોઈએ. એક જણે દૂઘમાં નીલમ (રત્ન) જોઈ લીધું પછી દૂઘ નીલું દેખાય પણ દૂઘને નીલું નહીં માને. તેમ આત્માની માન્યતા થઈ ગઈ. પછી રોગને, દેહને પોતાનો નહીં માને. ભેદનો ભેદ સમજવો જોઈએ.
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્ય જિનસ્વરૂપ.” આત્મા છે એવું મનાય, પછી પોતાને તે ઘરડો માનશે ?
અવસ્થા પલટાઈ. બાળક હતો, જુવાન હતો, ઘરડો થયો; પણ જાણનાર તો હતો જ. આ જીવને ખબર નથી એટલે મૂંઝાઈ જાય છે; પણ શ્રદ્ધા છે તે બધું છે, શ્રદ્ધા છે તે તપ છે, શ્રદ્ધા છે તે સંયમ છે. આત્મા અરૂપી છે એટલે ન દેખાય, પણ છે ખરો. મારું સ્વરૂપ આવું નથી. મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે તેવી શ્રદ્ધા રાખવી. જીવને ખબર નથી. રોગથી ઘણી નિર્જરા થાય છે. પણ શ્રદ્ધાના ભાવ ન ફરવા જોઈએ. આ તો બઘી અવસ્થા છે. એક વખત શરીર કેવું ભરેલું હતું ? અત્યારે કેવું ક્ષીણ થઈ ગયું છે ? અવસ્થા તો ફર્યા જ કરે છે. પણ જાણનાર તો તેનો તે જ રહે છે. શરીર રહો” કે “પડી જાઓ' તેવું ન ઇચ્છવું. મનુષ્યભવ દુર્લભ છે. તે હશે તો ભાવ થઈ શકશે. પછી કંઈ નહીં થાય. માટે રોગ ન આવ્યો હોય ત્યાં સુધી કરવાનું કરી લેવું.
તા.૨૯-૫-૩૪ સપુરુષ શોઘો એટલે શું ? સત્ એટલે આત્મા. તેની ભાવના કરવી. આત્મા જોવો. માયાનું સ્વરૂપ ન જોવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org