________________
૪૫૪ .
ઉપદેશામૃત ચડવા માંડે છે, માટે પુરુષાર્થ કરવો. અવળા પુરુષાર્થથી વિકાર થાય છે, સવળા પુરુષાર્થથી વળ ઊકલી જાય છે. તે ચાલુ રહેતો નથી; નહીં તો સાવ સહેલું છે. અનાદિનો અભ્યાસ છે તે છોડવો જોઈએ, સવળો પુરુષાર્થ કરવો.
ઘર્મના નામે અવળી પકડ થઈ ગઈ છે, તેથી સમજાઈ ગયું છે કે હું ઘર્મ કરું છું. દાતરડાં ગળ્યાં છે તે નીકળવા મુશ્કેલ છે. ઘર્મના નામે જે અવળી પકડ થઈ છે તે અનંતાનુબંધી કષાય છે.
અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું. અમારો સાત પેઢીનો ટુંઢિયાનો ઘર્મ, તેની પકડ હતી. પણ સાચી માન્યતા થયા પછી તે પકડ છૂટી ગઈ. આત્માને ઘર્મ માન્યો.
તા.૯-૩-૩૪ પ્રભુશ્રી–જ્ઞાની કહે છે તે માન્ય કરે તો જ રસ્તો આવે. મુમુક્ષુ–બધું જ્ઞાની કરશે.
પ્રભુશ્રી–અમે પણ પરમ કૃપાળુદેવને આમ કહેતા હતા. તેમણે કહેલું કે પુરુષાર્થ કરવો પડશે, પોતાની માન્યતા મૂકવી પડશે. એકલી સમજણ શું કામની? પરિણમવું જોઈએ. અસાર વસ્તુઓ પાછળની દોડ મૂકવાની છે. બે દ્રવ્ય જુદાં છે. ખોટી માન્યતાથી જ ફસાઈ ગયો છે, અંદર પેસી જાય છે.
તા.૧૦-૩-૩૪ જ્ઞાનીને ભેદજ્ઞાન છે. તેમને રાગદ્વેષ થઈ જાય, પણ તેથી કરી તે એકરૂપ થઈ જતા નથી. તેમને તેવી માન્યતા મટી ગઈ છે. પાપ ને પુણ્યને દીવાસળી મૂકી સળગાવી દો. સારું લાગે છે એટલે જીવ પોતાને સુખી માને છે, પણ તે ક્યાં રહેવાનું છે ? શાનો એમાં રાચે છે ? એમ કરવાથી આશામાં તણાઈ જાય છે. જ્ઞાનીને આશા નથી. સુખદુઃખ વખતે ભેદજ્ઞાનની સ્મૃતિ થવી જોઈએ. લડાઈમાં હથિયાર વાપરવાનું સાંભરી આવે તો જીતી જાય. તેમ સ્મૃતિ થવી જોઈએ. સમજ છે તે સમકિત છે. સમજ બોધથી આવે છે.
કોઈ કહેશે, રોજ આની આ વાત કરે છે. હા, તેમજ છે. અમારે સતની પકડ કરાવવી છે, ચોટ કરાવવી છે. અનાદિનો અભ્યાસ છે તેથી વિસ્મૃત થઈ જાય; પણ સમજ બીજી થઈ હોય તો કામ થઈ જાય.
મુમુક્ષુ–તેવી સમજની સ્મૃતિ રહેતી નથી.
પ્રભુશ્રી–બોઘ જોઈશે. બોઘ હશે તો હથિયાર મૂઠથી પકડાય તેવું થશે; નહીં તો હાથ કપાઈ જાય. સંવરથી આસ્રવ રોકાય છે. સંવર તે આત્મા. પારકી પંચાતમાં પડશે તો ભૂખે મરશે. તેમ પરની પંચાતમાં પડવું નહીં. ચોટ થવી જોઈએ. પ્રતીતિ આવવી જોઈએ. “આત્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org