________________
ઉપદેશસંગ્રહ-૫
૪૫ ૧ તેવું છે. જ્ઞાનીઓ સમજણ આપી ચાલ્યા જાય છે. જીવને સમજણની પકડ કરવી એ તેના હાથમાં છે. કોઈએ થપ્પડ મારી હોય છે તો રોજ સાંભરે છે કે નહીં? તેમ આત્માને સંભારો. સાપ કરડ્યો હોય, ઝેર ચડ્યું હોય, મરી જતો હોય અને તે સાજો થાય તેવી આ વાત છે. ક્યાંથી ક્યાંથી આ મનુષ્યભવમાં આવ્યો છે ? કર્તવ્ય છે તે કરી લેવું. ઊંઘમાં સાકર ખાધી હોય તોપણ ગળી લાગે. વાત શ્રદ્ધામાં છે. ગુરુ તે આત્મા છે, પણ ભેદી જોઈશે. એકની શ્રદ્ધા કરી લે. ઘાડ પડવાની બીક હોય ત્યારે જેમ કોઈ રતન ભોંયમાં સંતાડી મૂકે છે તેમ ચારે તરફ ભય છે તો શું કરવું? કયો રસ્તો કાઢવો? ક્યાં જવું? શ્રદ્ધા. બઘાં વચન સરખાં નથી હોતાં. કોઈ કહે, ક્રોઘ નહીં કરવો, અને જ્ઞાની કહે, ક્રોઘ નહીં કરવો તેમાં આસમાન-જમીનનો ફેર હોય છે.
તા.૨૬-૨-૩૪ ભીખ માગવાનો વખત આવે તો પણ ગભરાવું નહીં. આત્માં કયાં ભિખારી છે? આ ભાઈ નાના હતા, જુવાન થયા, આજે ઘરડા છે; પણ તેથી તે શું બદલાઈ ગયા? તે તો છે તેના તે જ છે; શરીર ઘરડું થયું, તેમ બધું બદલાય તેથી શું આત્મા બદલાય છે ?
[દવા પીતાં પીતાં] આ જીવને આ ભોગવવાનું છે. તમારે કાંઈ આ દવા પીવાની છે? તેમ સી સીનાં કર્મ બાંધેલા છે તે ભોગવવાનાં છે. દરેકનાં કર્મ જુદાં છે. તેથી કહ્યું છે કે તેની સામું જોવું નહીં, સમકિત કરી લેવું. સમકિત એટલે આત્મા છે. બીજું બધું ભૂલી જવું. ક્ષમા રાખવી. આવ્યું તે તો જાય છે.
વ્યાસજીએ શુકદેવજીને બોઘ આપ્યો. શુકદેવજી કહે, આ તો હું જાણું છું. ત્યારે વ્યાસજીએ કહ્યું, વઘારે જાણવું હોય તો જનક વિદેહી પાસે જાઓ. તેથી ત્યાં ગયા. જનકે આઠ દિવસ ખૂબ આગતા-સ્વાગતા કરાવી, પણ મળ્યા નહીં. પછી મળ્યા, પૂજા કરી ઉપદેશ આપ્યો, જ્ઞાન કરાવ્યું. શુકદેવજીએ કહ્યું, આ તો વ્યાસજીએ મને કહ્યું હતું. ત્યારે જનકે કહ્યું, મેં વ્યાસજી પાસેથી જાણેલું તમને કહ્યું છે. હવે તમે તમારા ગુરુ થયા.
પૂજા કરી હતી તે કોની ? આત્માની. જ્ઞાની બઘાને પગે લાગે છે. તે શું દેહને લાગે છે? સમજવાનું છે. આખું પુસ્તક વાંચી જાય, પણ ગુરુગમ ન હોય તો કંઈ સમજાય નહીં. શુકદેવજીને વૈરાગ્ય હતો. તેથી તરત સમજણમાં આવી ગયું. બધી પકડ શાથી થાય છે? મનથી. મનથી બંધાય છે અને મનથી મુકાય છે. અમારે બધું મુકાવવું છે અને આત્માની માન્યતા કરાવવી છે.
તા.૨૭-૨-૩૪ લોકિક દ્રષ્ટિએ આ બધું માયાનું સ્વરૂપ દેખાવ દે છે. આ તો એક ભવની સગાઈ છે. કેટલાય ગયા અને કેટલાય જશે. એ કંઈ ખરું છે? ઇન્દ્રજાળ છે. માટે આત્માને ઓળખવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org