________________
૪૫૦
ઉપદેશામૃત ઉપયોગ, ભાવ તારી પાસે છે. આ વાત મનાતી નથી. સત્વશીલ, ત્યાગ-વૈરાગ્ય, વગેરે હોય છે ત્યારે તે દ્વારે વાત પેસી જાય છે. તે દ્વાર છે.
તા.૧૮-૨-૩૪ મનુષ્યભવ દુર્લભ છે. આ શરીર તે તો સંબંધ છે. આત્મા છે તેની માન્યતા કરી લેવાની છે. શ્રદ્ધાનું કામ છે.
મુમુક્ષુ–આત્મા ક્યાં રહેતો હશે?
પ્રભુશ્રી-કોઈએ ગાળ દીઘી. એક કહે, મને ગાળ લાગતી નથી, અને બીજો કહે, મને ગાળ લાગી, અને મારામારી કરી. ગાળ ક્યાં લાગવાની હતી? એકે અજ્ઞાનભાવ કર્યો તેથી અજ્ઞાની કહેવાયો; બીજાએ જ્ઞાનભાવ કર્યો તેથી જ્ઞાની કહેવાયો. ફેરવવાનું શું છે? સમજણ. એકે દેહને પોતાનો માન્યો, ઘર કુટુંબ પોતાનું માન્યું. “મારું' કહેવા છતાં તેનું થયું નથી, થતું નથી, માત્ર માન્યું છે તેથી અજ્ઞાની કહેવાયો. તે માન્યતા જેને ન હોય તે જ્ઞાની કહેવાય. બેય આત્મા. એકને જ્ઞાની કહ્યો, એકને અજ્ઞાની કહ્યો. વિચારી જુઓ, આત્મા ક્યાં રહ્યો છે? માન્યતા ફેરવવાની છે, શ્રદ્ધા કરવાની છે. કરોડો રૂપિયા મળે તેથી પણ સમજણ વઘારે કિમ્મતની છે. સત્સંગથી સમજણ ફરે છે. તેની કિસ્મત કહેવાય તેવી નથી. રૂપિયા મળ્યા તે સાથે આવવાના નથી; સમજણ સાથે આવે છે. તેની કિસ્મત અપાર છે. તે કરી લેવાની છે.
સ્ટેશને જવું હોય તો શું કરવું જોઈએ? ચાલવું પડશે; પુરુષાર્થ કરવો પડશે. તો સ્ટેશન આવશે. પહેલાં શું જોઈએ? સત્ અને શીલ. સત્ એટલે આત્મા, શીલ એટલે બ્રહ્મચર્ય. ખરું બ્રહ્મચર્ય તો જ્ઞાની પાસેથી આવશે. વિષય-કષાયથી છુટાય તો બ્રહ્મચર્ય આવશે. આ બધું શું છે? પાંચ વિષય છે અને ઇંદ્રિયો છે. તે મૂકવાનું છે. મોડું વહેલું મૂકવું તો પડશે જ, તો હમણાંથી જ કરી લે; ન થાય તો ભાવના રાખ. “જગતને રૂડું દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યું.” આ જીવે ઝૂરવું જોઈએ, શાના માટે? પરિભ્રમણથી છૂટવા માટે. જીવ શું ભૂલી ગયો છે? પોતાને જ ભૂલી ગયો છે. ડગલું ભરાય ક્યારે?
મુમુક્ષુ-જિજ્ઞાસા હોય તો. પ્રભુશ્રી–જિજ્ઞાસા થાય ક્યારે ? પૂર્વકૃત અને પુરુષાર્થ જોઈશે.
આ બધું સાંભળતાં કોઈ એમ વિચારે કે આમાં શું? આવું તો મેં ઘણી વાર સાંભળ્યું છે. પણ એમ સામાન્યપણું નહીં કરી નાખવું. જ્ઞાનીની વાણી છે. “આત્મસિદ્ધિ' જેવી તેવી નથી. સામાન્યપણું ન થવું જોઈએ. સત્સંગ સમાગમ કરવો, તેથી ભાવના થશે. ભાવના થશે તો તે રૂપ થઈ જવાશે.
તા. ૨૫-૨-૩૪ શ્રદ્ધા કરો. ઘરની બહારની શ્રદ્ધા છે તે મૂકી એક આત્માની શ્રદ્ધા કરો. તે તો થઈ શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org