________________
४४८
ઉપદેશસંગ્રહ-૫ જાય તો હા પણ શું કહેવી અને ના પણ શું કહેવી ? તેમ યમનિયમ ગૌણ કરીને આત્મા ઓળખવા અહીં પુરુષાર્થ કર્તવ્ય છે. અહીં જેણે આવવું તેણે લૌકિક ભાવ બહાર–દરવાજા બહાર મૂકીને આવવું. અહીં આત્માનું યોગબળ વર્તે છે.
સત્ત્વશીલ સાચવવાનાં છે. કોઈની જોડે હસીને વાત કરવી નહીં, તેના કરતાં ભજનમાં વખત ગાળવો. અમે એકને માટે બધું મૂક્યું છે એટલે આત્મા સિવાય અમને કંઈ રુચતું નથી. વિષય-કષાયના અમે શત્રુ છીએ. વિષય-કષાય જાય નહીં તો પણ તેમને દૂર રાખવાનો ભાવ કરવો. આત્મા મરતો નથી; પણ આ જીવ વિષય-કષાયના ભાવથી ભવ ઊભા કરે છે. બઘાને કહેવાનું કે જો અહીં આવી કોઈ આત્માના હિત સિવાય બીજું કંઈ કરે તો તેને સંઘે બહાર કાઢી મૂકવો.
વિષય-કષાયમાં જીવ ક્યારે પડે છે? જ્યારે આત્માને ભૂલે ત્યારે. અમારે આત્મા ઉપર લક્ષ કરાવવો છે. આત્મા છે તે જ પરમાત્મા છે. તે જ અહીં છે. બીજું હવે જવા દો. અમારો લક્ષ તે છે એટલે અમને બીજો કોઈ બીજું કરે તે ગમતું નથી. આત્માને ભૂલી જવા દેવો નથી. હસવાની વાતમાં તે ભૂલી જવાય છે, ભવ ઊભા થાય છે. તે જ આત્માની ઘાત છે.
તમને ખબર નથી, પણ બધાનું કલ્યાણ થશે. શ્રદ્ધા રાખવી. જગતને આત્મભાવે જુઓ. આત્મા અરૂપી છે તેથી તે દેખાય નહીં, પણ ભાવ તેવો રાખવો. કેટલાયનો અહીં ઉદ્ધાર થયો છે, કેટલાયની ગતિ ફરી ગઈ છે, પણ તે બધું કહેવાય નહીં.
ભાવ થયા કરે છે; ખોટા નહીં કરવા, સારા કરવા. તે તમારા હાથમાં છે. તે ગુણ તપ છે. તેમાં કોઈની જરૂર નથી. ગરીબ તવંગર બધા પાસે ભાવ છે. એક જાતનો ભાવ કરે તો નરકગતિ બંધાય; બીજી જાતનો કરે તો દેવગતિ. માટે હવે આટલો ભવ બધે આત્મા જોતો થઈ જા. બધે તારો આત્મા જોઈશ તો પછી ખોટું લાગશે નહીં. કંઈ તારું ખોટું થતું નથી. જનક વિદેહીને તરત વાત બેસી ગઈ કે આત્મા સતુ, જગત મિથ્યા. તે થયા પછી તેને થતું કે તેનું કંઈ જતું નથી કે આવતું નથી. “પુદ્ગલજાલ તમાસા' જોયા કર.
આત્મા છે તેવો ભાવ લાવે તે આર્ય, બીજો ભાવ લાવે તે અનાર્ય. અમે તમને રોજ કહીએ છીએ કે ઘણું પુણ્ય બાંઘો છો. આ વાત મનાય નહીં. શ્વાસોચ્છવાસમાં જ્ઞાની કોટી કર્મ ખપાવે છે. તેને શ્રદ્ધા છે, વિશ્વાસ છે કે આત્મા છે. તે વાત તમે માન્ય કરો તો પુણ્ય થાય. ઉપયોગ તે મોટામાં મોટી તરવાર; મરણિયો થઈ જા.
જ્ઞાનીએ આત્મા જોયો છે. આમને આમ ફેરવવાનું છે. સમકિતીની પુદ્ગલરૂપ વિષ્ટામાં વૃષ્ટિ જાય નહીં. તે દેવલોકનાં સુખ પૌદ્ગલિક માને છે. આત્માનો આનંદ છે. વાત છે માન્યાની. શ્રવણ કર; સમજણ આવશે.
કોઈ મરી ગયું હોય અને તારું કંઈ સગું ન હોય તો તું કહે છે કે મને સ્નાનસૂતક આવતું નથી; તેમ બધે કરી નાખ. આત્મા મરતો નથી. જ્ઞાની આત્મા છે. આને જ્ઞાની, આને જ્ઞાની માની ન બેસ. સમજણ લાવ, વિશ્વાસ લાવ, હમણાં કરી લે; પછી નહીં થાય.
29 Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org