________________
४४८
ઉપદેશામૃત વહેવારમાં આત્માને જડ પણ કહેવાય, ચેતન પણ કહેવાય; પણ નિશ્ચય લક્ષમાં રાખવો. હું દેહ નથી એટલું કહેતાં પણ અનંત સમય વહી જાય છે; પણ સમજણ તો એક સમયમાં ફરે છે. આ જીવ પાસે બધું છે; માત્ર ભાવ ફેરવવાનો છે. તે ફર્યે આ સંસાર તરફ દ્રષ્ટિ કરે તો વૈરાગ્ય આવે જ. જ્ઞાનીએ જોયું છે કે સંસાર બળી રહ્યો છે. તે શું ખોટું છે ? પણ અજ્ઞાનીને જોતાં નથી આવડતું. ભાવ કરવા તારા હાથમાં છે. ભાવ ત્યાં પરિણામ.
જન્મથી જ આ જીવ કષાયની પ્રકૃતિ લઈને આવે છે, “હું સમજું છું' તેવું મૂળથી જ હોય છે. સ્વચ્છંદ છોડવો જોઈએ. આ સંસારમાં મુખ્ય છે બે : વિષય અને કષાય. આ જીવ આત્માને સંભાળતો નથી; લાજ વિનાનો છે, નકટો છે–દુશ્મનને પોતાને ઘેર બોલાવે છે, તેની જ સેવા કરે છે–પછી તેનું સારું ક્યાંથી થાય ? પોકાર કરીને કહીએ છીએ કે મનુષ્યભવ અમૂલ્ય છે, ચિન્તામણિ છે. તેને કોડી માટે વેચી નાખ્યો છે.
સમકિત સહેલું પણ છે અને મુશ્કેલ પણ છે. માન્યતા આ દેહની અને તેના સંબંધીઓની છે. માન્યતા ફેરવી નાખ. સમજણ ફેરવી નાખ. જેવા ભાવ કર્યા હોય તેવું ફળ આવે. ભાવ ફેરવી નાખ. આણે “મને' ગાળ દીઘી તેવો એક ભાવ અને આણે ગાળ દીઘી પણ મને કંઈ લાગી વળગી નથી તેવો એક ભાવ; જેવો ભાવ કરવો હોય તેવો થઈ શકે. પણ તે બે ભાવમાં કેટલો ફેર ?
અભ્યાસ કરી નાખવો. છોકરાઓ ઊંઘમાં પણ પાઠ બોલે છે, વેપારીને વેપાર સાંભરે છે; તેમ ભાવ કર્યા હશે તેવું થશે. બઘા સંબંધ છે તે ઝરડા જેવા છે, ઝરડું ભરાયું છે. આડું આવે તે કોરે કરવું. જ્ઞાનીઓને અનંત દયા હોય છે.
સમજણ કરી લેવી. ભાવ કરવો, ઓળખાણ કરવી. કોઈને કહેવાય નહીં કે તું આ કર અને આ ન કર. માત્ર, સમજણ કરવી.
આ જીવ માંદો થાય છે ત્યારે મંદવાડ સંભારે છે તેવી રીતે સંયોગને જ સંભારે છે. આત્માને સંભારતો નથી. તે તો જાણે છે જ નહીં એવી રીતનું જીવન કરી નાખે છે; નહીં તો આત્મા હાજર છે. ઉપયોગ છે તો આત્મા છે. પરમ કૃપાળુદેવ સાચા છે, તે આત્મા છે; બીજે દ્રષ્ટિ નાખવી નહીં, એવું થાય તો બીજું જાલતમાસા જેવું લાગે. વિશ્વાસ કરી નાખવો. મન, વચન, કાયાના યોગ તે મુનીમ છે, પણ શેઠ થઈ પડ્યા છે.
જ્ઞાનીની આગળ વિકાર આવવાની હિમ્મત કરતા નથી; પણ મિથ્યાત્વીને ત્યાં શેઠ થઈ બેસે છે, ત્યાં તેને આદર મળે છે.
+
મુમુક્ષુ–ઉપવાસ તપ હું કરું ?
પ્રભુશ્રી હા પણ ન કહેવાય, ના પણ ન કહેવાય. સ્યાદ્વાદ છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે.” જો કોઈ મોટો શેઠ હોય અને પાશેર ખીચડીનું દાન આપવાનું પૂછવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org