________________
૪૫ ૨
ઉપદેશામૃત લોકોમાં કહેવાય છે કે મારે ફલાણા શેઠ જોડે ઓળખાણ છે, જ્યારે જોઈએ ત્યારે પૈસા લઈ આવું તેમ છે. તેમ આત્માની ઓળખાણ થઈ હોય તો પછી બધું મળી આવે.
તા.૨૮-૨-૩૪ પ્રત્યક્ષ દેખાય છે કે શરીર હાડ, માંસ ને ચામડાનું છે. તેમાં કાંઈ સારરૂપ નથી; છતાં વિકલ્પ કરી કરી “મારું” માને છે. આ દેહ ત્રીસ વરસનો હતો, આજે ઘરડો થયો. આત્મા ઘરડો થયો છે? આવી જ રીતે બઘા મહેમાન છે. ઋણ સંબંધે બઘા આવી મળ્યા છે. કોઈ તેડવા ગયું નથી–તમે મારાં માબાપ થજો કે દીકરા થજો એવું કોઈ તેડવા ગયું નથી. આવું છે, છતાં અહંભાવ-મમત્વભાવ થઈ જવાથી આખરે રડાકૂટ કરે છે, “મારું' માની દુઃખી થાય છે. અહંભાવ છોડવા જ્ઞાની કહે છે તે વિશ્વાસ રાખ. વહેવારે વાણિયો, મા, બાપ માન; પણ મનમાં નક્કી કરી નાખ કે તે સ્વપ્ન છે, ખરું નથી. તેવું માનવા માટે કોઈ ના કહી શકે તેવું છે? અમારે મનમાંથી માન્યતા કઢાવી નાખવી છે. સ્વપ્ન છે–જોયા કર, નહીં તો ફર્યા કર. આવ્યું છે તે જશે જ. તેની ફિકર શાની? જોનાર અને જાણનાર જુદો છે. તે જ્ઞાનીએ જાણ્યો છે; તે માન ને બીજા બધાની હોળી કરી નાખ.
તા. ૨૯-૨-૩૪ સ્વરૂપની શ્રદ્ધા કરી નાખો. આ બધા વિકલ્પો જવા દો. કંઈ નથી. તેણે જાણ્યું તે મને માન્ય છે, તેવી માન્યતા રાખો. “હું જાણું છું' એમ ન થવા દેવું. બધું ખોટું છે. આ જાત્રાએ જઈ આવ્યા, માને છે કે પુણ્ય કર્યું. તે બધું ધૂળ છે. બાકી ઉપર કહી તે માન્યતા થાય તો બઘી નિઘિ આવી ગઈ. હવે કંઈ જોઈતું નથી તેવું થવું જોઈએ. દેવલોક વગેરે કશું જોઈતું નથી. માન્યતાનું કામ છે. પંડિત હોય તે રહી જાય; પણ કોઈ આઘો બેઠો હોય અને સાચી માન્યતા કરી નાખે તો પામી જાય. સાકર જે ખાય તેને ગળી લાગે.
સોભાગભાઈ, અંબાલાલભાઈ, વગેરેની માન્યતા જુદી હતી. તેવું થવું જોઈએ. ગ્રહણ કરે તેવા મુમુક્ષુ ક્યાં છે? તેવા હોય તો વાત થાય. વડું ચારે બાજુથી જેમ તેલ ચૂસી લે છે તેમ બોઘ આતુરતાથી ગ્રહણ કરે તેવાનો સમાગમ હોય તો વાત નીકળે. મનુષ્યભવ ચિંતામણિ છે. માન્યતા થઈ, પ્રતીત થઈ કે થયું. સાચું માનજો, માન્યતા થઈ નથી, દૃષ્ટિ કરી નથી. માન્યતા થઈ હોય તો આ બધી જંજાળ છે તે છૂટી જાય. પછી ગાળ કેમ લાગે ? શરીર છૂટ્ય દુઃખ કેમ થાય? મંદવાડમાં બૂમ પાડે તો પણ દ્રષ્ટિ બીજી છે. બઘાનું કલ્યાણ થશે. સપુરુષ ભલે ન બોલતા હોય, પણ તેમનાં દર્શન પણ ક્યાં છે? તે જેવું તેવું ન માનશો. એવું થવું જોઈએ કે હવે તો મારે કંઈ જોઈતું નથી. “આત્મસિદ્ધિ મળી કે બધું મળ્યું, કંઈ બાકી નથી.
“સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org