________________
ઉપદેશસંગ્રહ-૪
૪૪૫
બધા પ્રત્યે આત્મદૃષ્ટિ રાખવી કે મારાં કોઈ નહીં. સર્વ આત્મા છે તે સરખા છે. કોઈ પર રાગદ્વેષ ન કરવો. એમ સમભાવથી વર્તાય તો તે વીમો ઉતાર્યો કહેવાય. વીમો ઉતાર્યો હોય તો દર માસે કે વર્ષે અમુક રૂપિયા ભરવા પડે, તેમ અહીં દ૨૨ોજ કે આખો વખત જેટલી ભક્તિ, વાંચન, વિચારણા, આત્માની ઓળખાણ સદ્ગુરુસાક્ષીએ થાય તેટલું લેખે છે. જે જેટલું વધારે કરે તેટલો તેનો વીમો મોટો.
તા.૪-૯-૩૫
ધર્મવૃદ્ધિ કરવી. વાંચવું, વિચારવું. વીસ દોહા, ક્ષમાપના, આત્મસિદ્ધિ, છ પદનો પત્ર, આલોચના રોજ ફેરવવાં. જેટલો મળે તેટલો કાળ તેમાં ગાળવો. એ જ સાથે આવશે. બાકી સર્વ સંસારાર્થે છે. જે ભોગ શરીરથી ભોગવાય છે તેને આત્મા ન જાણવો.
કાર્તિક સુદ ૬, સં.૧૯૯૨
શ્રદ્ધા એવી દૃઢ કરવી કે હવે હું કોઈ બીજાને ન માનું. મારો આત્મા જે જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. મેં જોયો નથી; પણ જ્ઞાનીએ જોયો છે. તેમની આજ્ઞાએ મને ત્રિકાળ માન્ય છે. તે જ્ઞાની એ પ૨મ કૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે; તે મને સદા કાળ માન્ય હો. હવે તે જ મારું સર્વસ્વ માનું. તેમના સિવાય બધું પર માનું.
તા.૨૩-૨-૩૬
સત્સંગ મુખ્ય છે તે કરવો. સત્સંગ એ જ આત્મા જાણવો. આત્માનો સંગ એ જ સત્સંગ છે. અનાદિ કાળથી આ જીવ રખડ્યો છે; પણ આ મળ્યું નથી. બીજું બધું જે કરે તે વૃથા છે, નાશવંત છે. એવું અનંતવાર કર્યું છે. આ જન્મમાં મહા દુર્લભ યોગ મળ્યો છે. તો સત્સંગ કરી
લેવો.
છેલ્લી શિખામણ છે. ચૂંટિયો ખણે તેમ ચૂંટિયો ખણીને હૃદયમાં માન્યતા કરી લેવી કે હું આત્મા છું, બીજું કંઈ નહીં. દેહવિકાર, વિષયભોગ તે હું નહીં, હું તો આત્મા છું—આટલું ગમે તેમ કરીને ક૨વાનું છે. તે માટે સાંજ–સવાર-બપોર જ્યારે બને ત્યારે મુખપાઠ કરેલું તે ફેરવવું, અને એ જ રટણ રાખવું.
મૃત્યુનો ભય લાગે છે ? મૃત્યુ તો પ્રતિક્ષણ સંભારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org