________________
૪૪૬
ઉપદેશામૃત આપણે કોઈ કાર્ય કરતાં ‘આનું આમ થાય કે તેમ થાય, આનું સારું થાઓ કે બૂરું થાઓ, આનું આ ફળ આવો કે આનું અમુક ફળ આવો” એવી મનમાં, પરિણામમાં કંઈ રાગ કે દ્વેષ સંબંથી વ્યક્ત કે અવ્યક્ત ભાવના ન આવે એ ખાસ લક્ષ રાખવું. લક્ષ અને ઉપયોગ એવો રાખવો કે સંતસમાગમે મને જ્ઞાની પુરુષની કહેલી આત્મઉપયોગમાં રહેવા આજ્ઞા મળી છે, તે સત્ છે. કારણ કે અન્યથા કહેવાને સંતને કંઈ પ્રયોજન નથી. અને એ જે કહે છે તે મને હિતકર છે, એમ મારે માનવું. નિરંતર એમ લક્ષમાં રાખવું કે શ્રી સંતસમાગમે મળેલ મંત્ર
સહજાત્મસ્વરૂપ” એ આત્મા જ છે; અને એ જ હું છું. બીજું કંઈ મારું નથી. તેમ મને તે બાબત કંઈ જ્ઞાન કે ખબર નથી. એમ સતત ઉપયોગ રાખવો. વૃત્તિ ક્ષણે ક્ષણે ફરતી છે; અસ્થિર છે. માટે તે ઉપયોગ રાખવા નિરંતર લક્ષ પ્રેરવું અને એ જેટલું ન ભુલાય તેટલું કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org