________________
४४४
ઉપદેશામૃત વિકાર ઇત્યાદિ સત્તામાં છે તે ઉદય આવે તે વખતે સ્મરણમાં પડી જવું અને એ રીતે તેનો ક્ષય કરવો.
પ્રીતિ સપુરુષ કૃપાળુદેવ જે સાચા છે તેમના ઉપર જોડવી. દેહથી આત્માને ભિન્ન જાણવો. તે મેં જોયો નથી પણ જ્ઞાનીએ જોયો છે તે જ એક મારો છે, માટે તેને માટે પુરુષાર્થ કરવો. ખાવું, પીવું ઇત્યાદિ તે હું નહીં. તેથી ભિન્ન એવો અણાહારી આત્મા છે, એમ ચિંતળે ઉપવાસ કરતાં પણ વધુ ફળ મળે. ઉપવાસ કરે અને ખાવામાં ચિત્ત રાખે તો ભાવ તેવું ફળ મળે.
જ્ઞાનીએ આજ્ઞા આપી હોય કે રાગદ્વેષ ઇત્યાદિ ન કરીશ, તો આત્માર્થી તો ઉપયોગ રાખી તે ન જ કરે. તેમ ભક્તિ, સ્મરણ જેમ કરવા કહ્યું હોય તેનો લક્ષ ન ચૂકે અને બોઘ વિચારે. એમ નિરંતર આજ્ઞામાં વર્તે તો માર્ગમાં રહી શકે. જ્ઞાનીનો જોગ કંઈ નિરંતર રહેતો નથી. પરંતુ તેમણે જે કરવાનું કહ્યું છે તે કરવું જોઈએ. તેનું જ રટણ કરે તો ભક્તિ પ્રેમ, વિયોગે પણ, બમણાં થાય અને પોતાના આત્માનું હિત સમજાય.
ભક્તિ જીવે કર્તવ્ય છે. સર્વ ઘર્મમાં ભક્તિને પ્રઘાનપદ આપ્યું છે. વૈષ્ણવ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય; કોઈ ભક્તિમાં નથી માનતા એમ નથી. એનાથી પાપનો નાશ થાય છે. પાપી છે તેને આર્તભક્તિ કરવાનો અધિકાર છે. બાકી ભક્તિના ઘણા પ્રકાર છે. બોઘ સાંભળવો, વાંચન, વિચારણા, સદ્ગુરુમાં પ્રેમ, ભાવ–એવી ભક્તિ ઉત્તમ છે.
તા. ૨૭-૨-૩૫ પરમકૃપાળુદેવ પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ, એક્તારપણું ઇચ્છતા હતા. એવી એકતાર ભક્તિ એ જ માર્ગ છે. પોતાને આત્મા જાણવો છે તે માટે જેણે જામ્યો છે તેના સ્મરણપણે એકતાર થવાનું છે. પરમજ્ઞાની કૃપાળુદેવ એક ગાથા કલાકના કલાક સુધી એક ધૂનથી બોલતા. કઈ બેઠું હોય તેને સાંભળવું હોય તો સાંભળે. પણ બીજી વાત કરતા નહીં. એમ એક લયથી
સ્વરૂપનું રટણ કરતા કે તેમના બોલવાના પડછંદા પડે. અમે પણ એવી ઉમ્મર હતી ત્યારે આવેશપૂર્વક અખંડ ધ્યાન આપતા અને અપૂર્વ ભક્તિ થતી. વનમાં એકલા જઈને, ચિત્રપટની ભક્તિ કરતા. એમ એ ભક્તિની લય હતી. હવે ઘડપણને લઈને નમસ્કાર પણ થઈ શકતા નથી, થાકી જવાય છે. તમારી તો હજુ યુવાવસ્થા છે, તો થાય તેટલી ભક્તિ, ભક્તિ ને ભક્તિ કરી લો. અહીં તો લૂંટેલુંટ કરવાની છે ! જે ભાવ કરે તેના પોતાના છે. હમણાં પ્લેગ ચાલે છે તેથી માણસો મરણના ભયને લીધે ગામ બહાર તંબુ ઠોકીને રહ્યા છે; પણ ભક્તિ કરતા નથી !
વીમો ઉતારી લેવો. તો પછી ફિકર નહીં. તેમ પરમ કૃપાળુદેવ સાચા છે. જેવા અનંતા જ્ઞાની થઈ ગયા છે તેવા જ તેઓ પણ યથાર્થ જ્ઞાની હતા, અને યથાર્થ બોઘ કરી ગયા છે એમ માની તેમનું શરણ લેવું અને તેમને જ પોતાનું સર્વસ્વ માનવું. પોતાના સ્વામી પણ તે જ. બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org