________________
ઉપદેશસંગ્રહ-૪
૪૪૩ અને આત્મસિદ્ધિ મહા ગહન છે. તે પાત્ર જીવને જ આપતા. પરંતુ હવે મોઢે કરી સામાન્ય કરી નાખ્યું. આવડ્યાનું અભિમાન કરે અને અર્થ વિચારે નહીં, એમ થયું છે. તેમાં તો કહ્યું છે–
શુદ્ધ, બુદ્ધ, ચેતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ;
બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.” નિધાન છે તે ખોલવાને ઉપયોગ, વિચાર ત્યાં લઈ જવાનો છે. પરમાંથી, બાહ્યમાંથી ઉપયોગને ખેંચી લઈ ત્યાં આત્મામાં જોડવાનો છે. તે જ ખરો પુરુષાર્થ છે.
અભેદ અને ભેદ એમ બે રીતે ભક્તિ જાણવી. અભેદરૂપે એટલે ભક્તિમાં પરમાત્માથી અભેદરૂપે, જેની ભક્તિ કરે છે તેમનું અને પોતાનું સ્વરૂપ એક છે એમ ઓળખીને એક થઈને આત્મસ્વરૂપ થાય તે જ સહજાત્મસ્વરૂપ છે. તે જ ખરી ભક્તિ છે. મંત્રનો અર્થ એમ છે કે હે સદ્ગુરુ ! તમે મારા સહજાત્મસ્વરૂપ છો, તમારામાં ને મારામાં ભિન્નતા, ભેદ નથી. એમ અભેદરૂપે ભક્તિમય રહેવું.
તા.૨૫-૨-૩૫ જેને છૂટવાની કામના થાય તેને જ આત્મભાવના જાગે. જ્યાં સુધી વાસના આત્મા સિવાય બીજે છે ત્યાં સુધી મોક્ષની ભાવના ન જાગે. પરમાંથી વૃત્તિ મટે ત્યારે સ્વમાં આવે. તે પછી તેને મુક્ત કરવાનાં સાઘનો ભક્તિ, વિચાર, શ્રદ્ધા પરિણમે. નહીં તો માત્ર ઉપરનું જ થાય. આત્માનું સુખ સમજાયે પરમાંથી નિવર્ત અને આત્મા માટે પુરુષાર્થ આદરે. માટે વાસના તજવી.
આત્મા અને કર્મો ભિન્ન છે. વ્યાધિ થાય, ભોગવવી પડે; પણ તે હું નહીં. એથી ભિન્ન આત્મા છે; તે દેહરૂપ નથી. દેહરૂપ ઘરમાં છે; ઉંબરામાં ઊભો છે પણ તેથી ભિન્ન છે. દુઃખ, વ્યાધિ, શાતા મારું સ્વરૂપ નહીં. એ જડ છે ને જવાનું છે, સાથે રહેવાનું નથી. તેને નિજરૂપ ન માને તો કર્મબંધ ન થાય. ત્યાં આત્મજાગૃતિ, બોઘબળની જરૂર છે.
આત્મા છે તે ઇંદ્રિયરૂપ નથી, પરંતુ પ્રત્યેક ઇંદ્રિયનું આત્માને શાન થાય છે. આત્મા તો જ્ઞાનરૂપ જ છે. આંખ, કાન જે દેખાય છે તેને આત્મા ન માનવો. તેને પુલ માનવું અને જે પુદ્ગલ છે તેમાં રાગદ્વેષ કરી બંઘાવું નહીં.
તા. ૨૬-૨-૩૫ મુમુક્ષુ–પાપ દોષ તો અનંત કાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો ?
પ્રભુશ્રી–ભક્તિ, સ્મરણ. પશ્ચાત્તાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય. કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણ-ભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org