________________
૪૪૨
ઉપદેશામૃત રામાનંદી, ઢુંઢિયા ઇત્યાદિ સર્વેને પોતાના ઘર્મની પકડ હોય છે તેને જ સતુ માને છે. પરંતુ સતની પ્રાપ્તિ તો કોઈ અપૂર્વ પુણ્યના ઉદયે થાય છે. તે મહા દુર્લભ છે. તે પ્રાપ્ત થયે, જીવ બીજું બધું મૂકી એક એ જ જાણવા સમજવા યત્ન કરે. તે માટે સત્સંગ ઘણો કાળ આરાધે ત્યારે કંઈક સમજાય અને સમજાય ત્યારે પકડ અથવા સશ્રદ્ધા થાય. પણ જ્ઞાનીને યથાર્થ ઓળખે આ સમજણ આવે. ત્યારે જીવ સમજે કે ગૃહકુટુંબ તે મારું નહીં. મારો તો આત્મા છે. માટે વ્યવહાર કરું પરંતુ તેનાથી અંતર્ભેદ રાખું. આમ જીવને મોક્ષની ભાવના, છૂટવાની ભાવના જાગે છે. એ જ લય સતત રહે છે. તેથી તે બંધાતો નથી. “Hદકી ન રેડ્ડ પાવં' તેમ છૂટવાની ઇચ્છાવાળાને કર્મ બંધાતાં નથી.
તા. ૧૦-૨-૩૫ પાંચ ઇન્દ્રિય સુધીના જે જીવો છે, તેમ જ ઈડામાં કે ગર્ભમાં છે, ત્યાં પણ આત્મા તો છે જ. જેમ ઈડાનો આત્મા કે મૂર્શિત અવસ્થાનો આત્મા છે; તેમ એકેન્દ્રિયનો આત્મા જે ઝાડ પહાડમાં રહ્યો છે તે તેવી અવસ્થામાં છે, પરંતુ છે તો ખરો જ. આ જીવ પણ એકેન્દ્રિયથી માંડી સર્વ ભવ–નારકી જુગલિયા અને દેવોના પણ–કરી આવ્યો છે, પણ તેને પોતાનું સ્વરૂપ ન માનવું. આત્મા દેહથી ભિન્ન છે. માટે પુલરૂપ જે દેહ, ઇંદ્રિયો અને ઇંદ્રિયોથી દેખાતા વિષયો તેને સ્વપણે કે મારાપણે ન માનવા. રાગદ્વેષ ને મોહ સર્વથા ત્યાગવા. ઇંદ્રિય અને દેહ દ્વારા જે ભોગવાય તે મેં ભોગવ્યું એમ ન માનવું. તે સર્વને ભૂલી જવું. અને આત્મા સિવાય કંઈ ન ઇચ્છવું.
આત્મા તો છે. તેને કેમ પમાય ? તો કે જેણે તે જાણ્યો છે તેને શરણે જા. એ જ સિદ્ધાંત પોતાનો મિત્ર, બાંઘવ જે કહો તે છે. અને એમ કર્યે જ આત્માનું હિત છે.
તા.૨૪-૨-૩૫ વિષય કષાય મૂકવા. ક્રોધ, માન, માયા અને લોભ એ ન કરવા. ઉદય આવેલા વિષયો ભોગવવા પડે–ખાવું, કરવું પડે–તો પણ તેથી આત્મા ભિન્ન છે એમ ઉપયોગ રાખવો. અને ત્યાગ-ભાવ કરવો. જેનો ત્યાગ કર્યો છે તે કદી ન ઇચ્છવું. એમ ભાવથી ત્યાગ રાખવો. કોઈ કહે કે માંસ ખા, તો ખાય ? તેમ જે ત્યાગવું તે તરફ અભાવ જ રાખવો. તે તરફ વૃત્તિ ન જ જાય એમ કરવું. | મુમુક્ષુ-દેહ અને આત્મા ભિન્ન છે તે એક કેવી રીતે થયા ? અને તે હવે ભિન્ન શી રીતે થાય ?
પ્રભુશ્રી–ભાવ અને પરિણામથી એકરૂપ થઈ ગયા ભાસે છે. હવે વિચાર કરે, તેને જુદાં માને અને તેમાં શ્રદ્ધા કરે તો ભેદજ્ઞાન થાય. કૃપાળુદેવે તો ચોખ્ખું સમજાવ્યું છે. છ પદનો પત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org