________________
ઉપદેશસંગ્રહ-૪
૪૪૧
સ્વભાવમાં રહેવાથી મોક્ષ થાય છે અને વિભાવરૂપ પુણ્યપાપથી સંસારમાં સુખદુઃખની પ્રાપ્તિ થાય છે. માટે સ્વભાવ પ્રાપ્ત કરવા રાગદ્વેષ મૂળમાંથી કાઢવા જોઈએ.
પુણ્યબંધથી સુખ સામગ્રી પામે છે. તેથી તેમાં મોહ થાય છે; મોહથી મદ થાય છે અને મદથી પાપબંધ થઈ નીચ ગતિએ જાય છે અને અનંત કાળ ભ્રમણ કરે છે. એવા પુણ્યને ઇચ્છવું એ સમકિતીનું લક્ષણ નથી.
ખરો ત્યાગ તે અંતરનો ત્યાગ છે. એકલો બાહ્ય ત્યાગ મોક્ષ અર્થે થતો નથી.
તા.૧૧-૨-૩૫
કૃપાળુદેવની શક્તિ અનંતી હતી અને અમે એમને પકડી બેઠા હતા. પરંતુ તેમણે કહ્યું કે પોતે જ બળ કરવું પડશે. બીજાને આધારે કંઈ નહીં થાય. પોતાનો આત્મા છે તે જ આધારરૂપ છે; તે જ સર્વ સુખદુ:ખ પ્રાપ્ત કરાવનાર છે. બીજા પર આધાર રાખી બેસી રહ્યુ કંઈ નહીં વળે. ‘આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં.’ ‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ' એમ કહ્યું છે તે બહુ સમજવાનું છે. બળ, પુરુષાર્થ, વિચાર, સમજણ કરી પોતે જ પોતાને છોડાવવાનો છે. સંસારના સુખ પણ આત્મા કંઈક પુરુષાર્થ કરે છે ત્યારે પામે છે. કોઈ બીજાના બળથી નથી મળતું. તેમજ મોક્ષને માટે પણ પોતે પુરુષાર્થ કરવાનો છે. કૃપાળુદેવે પોતે કેવો પુરુષાર્થ કર્યો હતો ! અન્ય જ્ઞાનીઓએ શું શું કર્યું !
તેમણે કર્યું તેમ દેહાધ્યાસ મૂકો. મન, વચન, કાયાના યોગથી નિવર્તો. સંકલ્પ-વિકલ્પ રહિત થાઓ. રાગદ્વેષ, ઇષ્ટાનિષ્ટ છોડો.
તા.૧૫-૨-૩૫
જ્ઞાની મળ્યા અને બોધ પણ સાંભળ્યો. છતાં રખડ્યો. કારણ કે પોતાના આત્મામાં તે બોધ યથાર્થ પરિણમ્યો નહીં. એટલે પ્રતિબોધ થવો જોઈએ તે ન થયો. પરિણમે ત્યારે બોધ થયો કહેવાય. યથાર્થ જ્ઞાની મધ્યે જીવ સન્મુખ થયે તેમ બને છે અને મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે.
પ્રથમ અમે નવલકથાઓ, રાસ વગેરે સંસારમાં રહી વાંચતા. પછી દીક્ષા લીધી ત્યારે ધર્મને અંગે રાજાઓ ઇત્યાદિની કથાઓ વાંચતાં રસ પડતો. કૃપાળુદેવ મળતાં તે પણ વાંચવાની ના કહી; અને માત્ર આત્મા સંબંઘી અને તત્ત્વ સંબંઘી વાંચવા કહ્યું. તેમાં પ્રથમ ૨સ ન આવ્યો; પરંતુ ઘીમે ઘીમે તેમાં સમજણ પડતાં રસ પડતો ગયો. હવે સતત તે જ ગમે છે. અને આત્મા પણ બીજું બધું કરતાં કોઈ અપૂર્વ આનંદમાં રમણ કરે છે. તે તો અનુભવે જ સમજાય.
સર્વ જીવો પોતપોતાની સમજણે જે માન્યું છે તે પકડી બેઠા છે. શ્વેતાંબર, દિગંબર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org