________________
४४०
ઉપદેશામૃત ઊંઘી ઘસે તો કેમ સળગે ? તેમ જ્ઞાનીની આરાધના જેમ કરવાની છે તેમ જ આજ્ઞા સમજીને કરે તો તો આત્મજ્ઞાન પ્રગટે. પરંતુ સમજે નહીં અને પોતાની માન્યતા મુજબ કર્યા કરે તો ફળ આવે નહીં. બંદૂકમાં સામગ્રી મળે ત્યારે ભડાકો થાય. પુરુષના યોગે પાત્રતા આવ્યે માન્યતા અને પરિણામ થાય છે.
મુમુક્ષુ–માન્યતા અને પરિણામમાં શો ફેર ?
પ્રભુશ્રી-સાકર, સાકર' કર્યું મોટું ગળ્યું થાય? “રવિ, રવિ' કર્યે રજનીનો નાશ થાય? તેમ પરિણામ છે તે અંતરનો અનુભવ છે; માન્યતા છે તેમાં અનુભવ નથી. પરંતુ યથાર્થ માન્યતા થયે તે અનુભવ, પ્રગટ કરવાનો પુરુષાર્થ થાય. તેથી પરિણામનું તે નિમિત્ત છે.
પરિણામ થવામાં આવું શું આવે છે? ધ્યાનમાં બેસે અને જ્યાં એકચિત્ત થવા જાય ત્યાં સંકલ્પ-વિકલ્પ આડા આવે જ. આમથી કાઢે તો આમથી આવે; રોકાય જ નહીં. લાકડી લઈને બેસે ને કૂતરાને હાંકે છતાં પાછાં આવે તેમ થાય છે. પરંતુ બારણાં બંધ કરી દે તો ન આવે
મુમુક્ષુ સાહેબ, ત્યાં બારણાં જ નથી તેથી તે કેમ રોકાય ? ન રોકાય. ચાલ્યા જ આવે.
પ્રભુશ્રી–બરાબર છે, બારણાં નથી, પરંતુ ઉપયોગ આત્માનો છે તે બહાર જાય છે તેને ત્યાંથી ફેરવીને આત્મામાં જોડે તો એક વખતે બે ઉપયોગ ન હોય તેથી બહાર જતો અટકે. એ ઉપયોગ તે મન છે; તેને આત્મામાં લગાડવાનું છે, બહારથી ખેંચી લેવું છે. “મનડું કિમ હિ ન બાઝે' એ સ્તવનમાં કહ્યું છે કે એ બહુ મુશ્કેલ છે, ઘોડા જેવું છે. તેને જ્ઞાનરૂપી લગામથી જ્ઞાનીઓએ વશ કર્યું છે. એટલે આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ મન વશ થાય છે. જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન હોય તેટલા પ્રમાણમાં ઉપયોગ બહારથી અંતરમાં આવે. આ જ સર્વ યોગીઓને સાઘવાનું હોય છે. સર્વ તપ જપ ક્રિયા આ જ અર્થે છે. જીવ છે તેનો શિવ આમ જ થાય છે. જડને તેમ ન થાય. પરંતુ જીવ છે અને ઉપયોગ આપે તો પોતાની અનંત સિદ્ધિઓ પ્રગટે અને કૃતકૃત્ય થાય. આ જ સાઘના છે. બાકી પુલ, પુદ્ગલ ને પુગલની જ સર્વત્ર દ્રષ્ટિ છે! તેમાંથી ફરીને અહીં આવવાનું છે. આ મહા ગૂઢ વાત છે.
તા.૭-૨-૩૫ દેવ-ગુરુની ભક્તિથી પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ જો તે આત્માર્થે થાય તો ઉત્તમ, નહીં તો મિથ્યાત્વસહિત તે પુણ્ય તો ભ્રમણ કરાવે છે. માટે સમકિત પ્રાપ્ત કરી લે તો પુણ્ય અને પાપ બન્ને સવળાં પડે–છૂટવા માટે થાય. દેવ-ગુરુની અવજ્ઞા પાપ કરાવે છે, નરક-તિર્યંચ ગતિ આપે છે. પુણ્ય અને પાપ બન્ને હોય તો મનુષ્ય ગતિ આપે. જો જીવ પુણ્ય અને પાપ બેમાંથી એકેય નથી બાંધતો તો મોક્ષ થાય છે. માટે પુણ્ય અને પાપ બન્નેને મૂકવાં અને પ્રીતિ આત્મામાં કરવા સપુરુષમાં જોડવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org