________________
ઉપદેશસંગ્રહ-૪
૪૩૯ જાઓ, ગમે તે થાઓ તે મને નહીં, પણ મારો આત્મા છે તે જ મારે પામવો છે, તેને અનંત દુ:ખથી છોડાવવો છે.
તા.૬-૨-૩૫ પ્રભુશ્રી–નમસ્કાર કોને કરો છો? ૧. મુમુક્ષુ–આત્માને નમસ્કાર કરવાના છે. ૨. મુમુક્ષુ–મેં આત્મા જાણ્યો નથી, સપુરુષે જાણ્યો છે માટે તેમનો વિનય કરવા નમસ્કાર
કરવા.
પ્રભુશ્રી–વિનય તો અવશ્ય કરવાનો છે. એ દ્વારા જ ઘર્મની પ્રાપ્તિ છે. માટે સર્વનો વિનય કરવો. તે અર્થે નમસ્કાર કરાય છે. પરંતુ તેમાં સમજવાનું એ કે મારો આત્મા સિદ્ધ સમાન છે તેને યાદ કરીને, આગળ કરીને નમસ્કાર કરવા. પછી ગમે તેને નમીએ પરંતુ ઉપયોગ પોતાના શુદ્ધ આત્માને યાદ કરવા તરફ આપવો. આત્માવડે આત્માને નમસ્કાર કરવા. પ્રથમ પોતાના આત્માને યાદ કરી પછી નમવું. એ સિદ્ધસ્વરૂપ મારો આત્મા તેને મેં જાણ્યો નથી, પરંતુ જ્ઞાનીએ કહ્યું છે તે માટે માન્ય છે, એમ સ્મરણ અવશ્ય કરવું. નમસ્કારવિધિ પોતાના આત્મસ્વરૂપને યાદ કરવા નિમિત્તે છે.
તા.૬-૨-૩૫ આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે. પરંતુ તે શુદ્ધ આત્મા દ્વારા આત્મા માટે થાય તે જ ઉત્તમ છે. એવો પ્રેમ જ્ઞાનીને પોતાના આત્મા પ્રત્યે હોય છે. તેથી તેઓ આત્માનું ધ્યાન છોડીને બહાર જતા નથી. બધા પદાર્થ જાણતાં પ્રથમ આત્માને યાદ કરે છે. પ્રથમ આત્મદર્શન પછી તે દ્વારા પદાર્થ જોવાય એમ તેમનો ક્રમ હોય છે, પરંતુ તે તો યથાર્થ દર્શન પ્રાપ્ત થયે બને છે. આત્માનું દર્શન જ્ઞાનીને પ્રથમ હોય છે, આગળ હોય છે. તેથી તેઓ કોઈમાં તલ્લીન થતા નથી અને બંધાતા નથી. તેમને આત્મા ભિન્ન સ્પષ્ટ ભાસે છે; ઊંઘમાં પણ વિસારી દેતા નથી. આવું તેમને સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાનપૂર્વક ચારિત્ર છે. આવા જ્ઞાન-દર્શનચારિત્રરૂપ સત્પરુષ છે. તેથી તેમને ઓળખીને નમસ્કાર કરવાના છે. તેવો જ પોતાનો આત્મા પણ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ છે.
તા.૭-૨-૩૫ પાત્રતા જોઈએ. બીજ હોય, ઊગે એવું હોય પછી તેને માટી પાણી મળે તો ફણગો ફૂટે અને ઝાડ થાય; દીવાસળી બાકસને ઘસાય તો સળગે. ક્યાંથી ઘસવી તે ખબર ન હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org