________________
૪૩૮
ઉપદેશામૃત વિનાશી છે. સુખ પછી દુઃખ, રોગ, મૃત્યુ આદિ આવવાનાં છે. માટે એને ખરું સુખ માનવું એ મિથ્યાત્વ છે. સમકિતી તો આત્માને જ સુખરૂપ માને.
સમ્યગ્દર્શન તે આત્મા જ છે. તે એક પ્રાપ્ત કરી લેવું. એક આત્મા જ સાચો. એને જ માનવો. તેમ જ સપુરુષ જે તે પ્રાપ્ત કરાવે તેમને જ માનવા, બીજાને નહીં.
બ્રહ્મચર્યથી પુણ્યબંધ થાય છે. બીજી ક્રિયાની માફક તે પણ શુભ બંઘ દ્વારા તેનો ભોગવટો આપે પરંતુ આપણે તે ભોગવટો નથી જોઈતો. આપણે તો માત્ર છૂટવા જ બધું કરવું છે. તેનો ખરો અર્થ તો બ્રહ્મ એટલે આત્મા, તેમાં ચર્યા એટલે રહેવું, અને તે જ બ્રહ્મચર્ય ગણવું. ઇચ્છા પણ તેની ઊંડી કરવી, આત્મામાં જ રહેવાની. આત્મા તરફ જ ચિત્ત રાખવું. કોઈ મારું નથી. મરી જઈશ. વ્યાધિ આવે તે પોતે જ ભોગવશે એમ વિચારી ઉત્કૃષ્ટ ભાવ, આત્મભાવ આદરવા પુરુષાર્થ આદરવો. તેનું જ ચિંતન મનન કરવું.
જીવને પોતાનો વિચાર નથી આવતો. બીજા બઘા વિચાર કરે છે, પરંતુ આત્મા સંબંધી વિચાર કરતો નથી. સમકિતી તો બહારથી બધું કરે છતાં તેમને આત્માનો જ ઉપયોગી હોય છે, તેથી તેઓ બંધાતા નથી. આ આત્મજ્ઞાન છે તે જ મુનિપણું છે. આત્મજ્ઞાન–ઉપયોગ તેમનો જાગૃત છે તેથી તેમને બંઘ નથી. માત્ર પૂર્વનું બાંધેલું ઉદયમાં આવે છે તે ફળ આપીને છૂટે છે. કારણ કે તેઓ તેનાથી ભિન્ન પોતાને જાણે છે, જુએ છે. પરંતુ અજ્ઞાની જે કરે છે તેમાં પોતાને તે રૂપ માને છે. જ્ઞાનીના ભાવ-પરિણામ આત્મામાં છે, આત્માર્થે છે. અજ્ઞાનીના ભાવ-પરિણામ પરપદાર્થો માટે છે. જેના પરિણામ તેવા બંઘ થાય છે. જ્ઞાની છૂટે છે, અજ્ઞાની બંઘાય છે.
ભવ્ય અને અભિવ્ય એટલે શું? તે કોઈને જ સમજાય છે. જેના ભાવ પુણ્ય અને પાપ બન્ને પ્રકારના બંઘથી છૂટવાના છે તે પ્રાણી છૂટે છે અને તેને ભવ્ય જ જાણવો. કારણ કે તેને છૂટવાનો માર્ગ હાથ લાગ્યો છે તેથી તે મુક્તિ ભણી પ્રયાણ કરે છે, મુક્ત થવાનો છે, એમ કહી શકાય.
એક પંદર રૂપિયાનો પગારદાર સિપાઈ હતો તેમાંથી મહાન નેપોલિયન સર્વ રાજાને ધ્રુજાવનારો સમર્થ સમ્રાટ બન્યો. તેની પ્રથમ સ્થિતિ તથા પછીની મહાન સ્થિતિમાં તે તો એક જ હતો. જેમ એક બાળક હોય, પછી મોટું થાય, પછી વૃદ્ધ થાય એમ અવસ્થા ફરે છે તેમાં આત્મા તો તે જ છે. તેવી રીતે જીવ સમકિતી એટલે દ્રઢ નિશ્ચયવાળો બને અને આત્મજાગૃતિ પામે. પછી તે જ્ઞાન નિરંતર વધે છે અને તે પંદર ભવે તો અવશ્ય મોક્ષે જાય. તેમ થવા પ્રથમ વિચાર ધ્યાન જોઈએ. પણ ત્યાં પ્રમાદ આડે આવે છે. અન્ય પરિણામમાં જેટલી તાદાસ્યવૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે. જ્યારે બોઘથી ભાવને ફેરવી આત્મહિતમાં આણે ત્યારે સવિચાર જાગે.
પાસે પૈસા હોય તો એવા મીઠાઈ ખરીદી શકાય, બાકી દુકાનમાં તો ઘણુંય હોય તે એમ ને એમ કેમ મળે? તેવી રીતે જ્ઞાની પાસે ભંડાર ભર્યો છે, પરંતુ જીવના ભાવ જાગવા જોઈએ કે મારે તો જગતમાં કોઈ સાથે કોઈ પ્રકારે સંબંધ નથી, કોઈ પદાર્થની ઇચ્છા નથી, દેહ રહો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org