________________
ઉપદેશસંગ્રહ-૪
૪૩૭ મોહાદિ થાય છે; પરંતુ ત્યાં ઉપયોગ વૃઢ કરવો કે તે મારું સ્વરૂપ નથી. એ જ પુરુષાર્થ કરવાનો છે. તેને બદલે જાણે કંઈ જ કરવાનું ન હોય તેમ બફમમાં રહે છે તે યોગ્ય નથી.
તા.૪-૨-૩૫ જીવને હજુ ઘક્કો લાગ્યો નથી. જીવને ચોટ થઈ હોય તેના પ્રમાણમાં બળ કરી શકે. નહીં તો ઉદયકર્મ તો કોઈને છૂટવા દે તેવાં નથી. તેમાં પોતાનું બળ હોય તો કામ લાગે. પરમકૃપાળુદેવનાં વચનો છે તે જીવને સંસારમાં ઘક્કો મારે તેવાં છે. પરંતુ તે લાગવાં જોઈએ. વિચારમૂઢ જીવો જે પોતાની માન્યતા મુજબ પરમાર્થ કરી રહ્યા છે તેમને જ્ઞાનીનાં વચનથી ઘક્કો લાગે છે અને વિચાર જાગે છે. પછી સત્ય સમજાતાં પૂર્વનું ત્યાગી જ્ઞાનીનું ગ્રહણ કરે છે.
તા.પ-ર-૩૫ એક વખત ભક્તિના પાઠ બોલ્યા તો બીજી વાર ન બોલાય? અમે તો બોલીને આવ્યા એમ માને તેમાં શું? એ તો ગમે તેટલી વાર બોલે તો પણ લાભ જ છે. ખાવાનો પ્રસાદ મળે તો દેખાય કે મને આપ્યો. પરંતુ અહીં ભાવના કરવાથી જે મળે છે તે ઘણું હોવા છતાં દેખાતું નથી. આખું જગત ઘન, પૈસો, લેવડદેવડ કરે છે, પુદ્ગલની માયામાં વહ્યું જાય છે. તેમાં ન તણાવું. જ્ઞાનીએ કહ્યું કે આત્મા તારો છે; તે અજર, અમર, અવિનાશી સર્વથી ભિન્ન છે; તેને રાગ દ્વેષ મોહ નથી એમ નિશ્ચયનયે માન. તો શું ન માનવું? તેને યાદ ન કરવો ? એ જ એક સાચો, બાકી બધું ખોટું એમ માનવા કહ્યું તો માની લેવું જોઈએ અને વીસરવો ન જોઈએ. આત્માને બંઘ કે મોક્ષ કંઈ નથી એ નિશ્ચયનય જ્ઞાનીએ જાણ્યો છે. તો તે માન્ય કરવો અને તેના સુખને જ ખરું માની સંભારવું. દેહને પોતાનો માને છે, પોતે તેરૂપ છે એમ માને છે; તેથી સ્ત્રી-પુરુષ, ઘરડો-જુવાન, કાળો-ગોરો એમ જુએ છે અને રાગદ્વેષ કરે છે. આત્માને પોતે નથી જોયો પરંતુ જ્ઞાનીએ નિશ્ચયનયે કહ્યો તેવો છે. એને જ યાદ કરવો અને મોક્ષની, સિદ્ધિની ભાવના કરવી. બધેથી છૂટવાની ભાવના કરવી. જ્ઞાની કૃપાળુદેવની શ્રદ્ધા કરી લેવી. તેમનું શરણ આ કળિકાળમાં એક જ તારણહાર છે માટે તે કૃઢતાથી પકડવું. ચાંલ્લો થાય તો પછી વાંધો નહીં. સમકિત એટલે આત્માની શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે તે કોઈ કાળે ન ચળે. હું આત્મા જ છું, આ દેહાદિ કંઈ મારું નથી; સર્વ દ્રવ્યથી હું ભિન્ન છું એમ દ્રઢતા થવા સદા તે જ વિચારમાં અને જ્ઞાનીના સ્મરણમાં રહેવું.
સંસારમાં ઘન, સાહ્યબી, એશઆરામ, હરવું ફરવું એ સુખ લાગે પરંતુ એ ખરું સુખ નથી, આત્માને બંઘનકર્તા છે. પોતાનું સ્વરૂપ ભુલાવી પરમાં રાગદ્વેષ કરાવી તે બંધ કરાવે છે. જેને છૂટવું છે તેને માટે એ રસ્તો નથી. ઉદય હોય તો પણ તે પ્રત્યે ઉદાસીન રહેવું તથા આત્માના સ્વરૂપની વિચારણા કરવી તે જ ખરું સુખ છે, એ શ્રદ્ધા ન ભૂલવી. આ બધું તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org