________________
૪૩૬
ઉપદેશામૃત પણ ગૌતમસ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. એમ જે સપુરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાઘવી; કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. તેથી પોતાની મતિ-કલ્પના ન દોડાવતાં સપુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને કહે તેમ કરવું.
વેદની આવે ત્યારે ગભરાવું ન જોઈએ. આના કરતાં દેહ છૂટી જાય તો સારું, એમ આકુળવ્યાકુળ ન થવું. દુઃખમાં સમતા રાખી, સદ્ગુરુની શ્રદ્ધા રાખી આત્માનું ચિંતવન વૃઢ કરવા પુરુષાર્થ કરે તો બની શકે તેવું છે. બાકી ખોટી કલ્પનાઓ કર્યું કંઈ વળે નહીં. અનેક ભવમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ, જન્મ-જરા-મરણ આ જીવે ભોગવ્યાં છે. તે સર્વથી છૂટવાનો ઉપાય સમતા-સમભાવ છે અને જ્ઞાની પુરુષની આજ્ઞા આરાઘવી તે છે. છૂટવાની કામના જેને મુખ્ય હોય તે દુઃખમાં સમતા ન ભૂલે. મારો આત્મા શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ છે તે જ્ઞાનીએ જોયો છે; તેવો જ સર્વ જીવોનો છે. પર્યાય વિનાશી છે, દ્રવ્ય અવિનાશી છે; માટે દ્રવ્ય તરફ લક્ષ આપી સમતા ઘારણ કરવી.
તા. ૨-૨-૩૫ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારે આત્મા પરિણમે છે. આત્મા છે તે ક્યાં રહ્યો છે? નિશ્ચયનયે તે આત્મામાં જ અથવા નિર્વાણમાં રહ્યો છે–વ્યવહારે તે શરીરી કહેવાય પરંતુ નિશ્ચયનયે તે અશરીરી, અસંગ છે.
તે આત્મા પોતે જાણ્યો નથી. જ્ઞાની દ્વારા સમજાય ત્યારે તે રૂપે પરિણમાય, જેમ દૂઘ હોય તેમાં મેળવણ પડે તેથી દહીં થાય અને જામી જાય; તેમ જ્ઞાની જ્ઞાનરૂપી અંજન કરે ત્યારે મુમુક્ષુને પોતાનું ભાન જાગે. જ્ઞાની જે રૂપે છે તે રૂપે ઓળખાય ત્યારે પોતે પણ તે રૂપ થાય. પરંતુ તે માટે ઘાતુમિલાપની જરૂર છે, એટલે કે પૂર્ણ પ્રેમથી, એક રસથી તેને જ ભજે અને યથાતથ્ય જુએ ત્યારે બને એમ છે.
તા.૩-૨-૩૫ આ સંસારભ્રમણનું કારણ શું? તો કે રાગ, દ્વેષ અને મોહ. એમાં જીવ એવો આઘીન થઈ ગયો છે કે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. હજી પણ તે મામા, કાકા, ભાઈ ઇત્યાદિ માન્યા કરે છે અને આ જીવનને જ મહત્વ આપી રહ્યો છે. પણ આવા તો કંઈક ભવ કર્યા અને દુઃખ પામ્યો; માટે તેથી છૂટવાના ભાવ જાગવા જોઈએ.
નજર મૂકતાં રાગદ્વેષ થયા જ કરે છે. તેને કેમ રોકવા? મેં ખાધું, પીધું, આ કર્યું, તે કર્યું એમ માને છે; પણ ત્યાંથી તેણે પાછા હઠવાની જરૂર છે. આત્માની સમજણ પ્રાપ્ત કરવા તો આ બઘાથી નિવર્તવું પડશે, બધું મૂકવું પડશે, કંઈ મારું નથી એમ માનવું પડશે. કર્મના ઉદયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org