________________
૪૩૪
ઉપદેશામૃત ત્યારે દશા પ્રગટે. મોક્ષની અભિલાષા જાગે તેવા ભાવ પ્રગટે. મોક્ષે જવું હોય, આત્માને દુઃખથી મુક્ત કરી અનંત સુખ પામવું હોય, સદ્ગતિ પામવી હોય તો સત્સંગને જરૂર ઇચ્છે અને તેનું બહુમાન કરે.
*
તા. ૨૯-૧-૩૫ ક્રોઘ કરવો તો પોતાના કર્મવેરી પ્રત્યે કરવો. માન સન્દુરુષની ભક્તિનાં પરિણામમાં કરવું. માયા પરનાં દુઃખ નિવારણ કરવામાં કરવી. લોભ ક્ષમા ઘારણ કરવામાં કરવો. રાગ સપુરુષ પ્રત્યે અથવા દેવ-ગુઘર્મ પ્રત્યે કરવો. વેષ, અણગમો વિષયો પ્રત્યે કરવો. વિષય વિકારની બુદ્ધિ પ્રત્યે દ્વેષભાવ કરવો. મોહ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવામાં કરવો. એમ એ દોષરૂપ છે તેને સવળા કરી ગુણરૂપ કરી નાખવા.
સમકિતી જીવને આત્મા સિવાય બાકી બધું પર છે, પોતાથી ભિન્ન છે; દેહ છે તે પણ પોતાનો નથી; તેથી જેમ પરવસ્તુ બળતી હોય તો આપણને કંઈ લાગે નહીં, તેમ દેહનું દુઃખ પોતાને લાગતું નથી. તે દુઃખ વખતે તેમને આત્મવીર્ય વધુ ફુરે છે તેથી દુઃખ છે તે લાભનું કારણ થાય છે. ભેદજ્ઞાનના પ્રભાવે દુ:ખ છે તે સમભાવે વેચે છે તેથી બાંધેલાં કર્મથી છૂટે છે અને નિર્જરા થાય છે. જે વિષમભાવ લાવે અને ખેદ, મોહ અને દેહબુદ્ધિમાં વર્તે તે નવીન બંઘ કરી અશાતા ઉત્પન્ન કરે છે.
તા.૩૦-૧-૩૫ આખું જગત સુખદુઃખની કલ્પનામાં પડ્યું છે. અનંતકાળનું પરિભ્રમણ ચાલુ છે. તેમાં આ માર્ગ હાથ આવવો એ કંઈ સામાન્ય નથી. જેનું મહાભાગ્ય હોય તેને જ મળે છે! ત્યાં બીજાની પંચાતમાં પડે, બીજાને આ ઘર્મનો લાભ અપાવવા ચિંતા કરે તો પોતાનું ખોઈ બેસે. માટે કૂવામાં પડેલાને દોરડું હાથ આવે તે જેમ પકડી રાખે તેમ પકડ કરી લેવી કે મારો આત્મા જ ખરો છે. મને બીજું કંઈ લાગતું વળગતું નથી. આવા ભોગાદિ અનંતકાળ સુઘી ભોગવ્યા પરંતુ તૃષ્ણા, ઇચ્છા ઘટી નહીં. માટે બીજાની ચિંતા ન કરતાં મને જે મળ્યું છે તે મારે માટે વૃથા ન જાય તેની અખંડ ચિંતા રાખવી જોઈએ. આ સારો, આ ખોટો એમ ઇષ્ટ અનિષ્ટ કોઈ જગ્યાએ ન કરવું. તેને બદલે પોતે અનંત દોષનો ભરેલો છે એમ માનવું. હે ભગવાન ! મારા જેવો કોઈ પાપી નથી, એમ અજ્ઞાન ટાળવા વિચારવું.
તા.૧-૨-૩૫
જ્ઞાનીનું સ્વરૂપ કેવું છે? તો કે આ બહાર દેખાય તે નહીં. પરંતુ તે સ્વરૂપની ઓળખાણ તો આત્મા ઓળખે ત્યારે જ થાય છે. આત્મા જ આત્માને ઓળખે છે. જ્ઞાની કેવા છે ? તો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org