________________
ઉપદેશસંગ્રહ-૪
૪૩૩ સી ઘર્મ કરે છે. પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જપ, તપ, ત્યાગ, દાન, વગેરે કરે છે. પરંતુ ત્યાં આત્માનું જ્ઞાન નથી. તે બધું પુણ્યબંઘ કરાવી પાછું ચાર ગતિમાં જ રખડાવે છે. અહીં જે કરવાનું છે તે આત્માર્થે કરવાનું છે. અનંતકાળથી અજ્ઞાનપણે રખડ્યો છે તે ભ્રમણ મટાડી સત્ય સુખ, અવિનાશી સુખ, સ્વાધીન સુખ પ્રાપ્ત કરવાનું છે. આ સમજણ પામવી ઘણી દુર્લભ છે.
સાચી સમજણ તો ઊંડો ઊતરી વિચારે અને પ્રથમ સત્પરુષ કહે તે માન્ય કરે ત્યારે જ બને તેમ છે. પરંતુ જીવની ભૂલ ક્યાં થાય છે ? તો કે સર્વ લૌકિક ભાવમાં કાઢી નાખે છે. કારણ કે અનાદિનો એવો અભ્યાસ છે.
આત્મા તો અલૌકિક, અપૂર્વ, અરૂપી વસ્તુ છે. કોઈ એક મોટો મહાત્મા કહેવાય ને ધ્યાનમાં બેઠો હોય છતાં જ્ઞાની ન હોય અને બીજો બધું કરતો હોય છતાં જ્ઞાની હોય. એટલે બહારનું જોવાનું નથી. જ્ઞાની ખાતાં, પીતાં, બેસતાં, સૂતાં બધે પ્રથમ આત્માને અને પછી બીજું જુએ છે, આત્મા સિવાય કશાયમાં સ્વપણું માનતા નથી. આત્માનું નિરંતર ધ્યાન કે અનુભવ
હોય છે.
- કૃપાળુદેવ સંસારમાં હતા પરંતુ આત્મજ્ઞાની હતા. તેથી દેવોને પણ પૂજ્ય હતા. જે જોવાનું છે તે ઉપરનો દેખાવ કે વર્તન નહીં પરંતુ આત્માની દશા; અને તે હોય ત્યાં પછી શ્રદ્ધા જ કરવાની છે.
આ આશ્રમમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે. તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે. પણ તે ઉપરથી દેખાય તેમ નથી; કારણ કે ઘન, પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે.
અનેક ઠેકાણે ભાઈબંઘી, દોસ્તી, ઓળખાણ કરી પ્રેમ વેરી નાખ્યો છે ત્યાંથી બધેથી છૂટવું પડશે; કારણ આ તો વીતરાગ માર્ગ છે. વ્યવહારે બધું કરવું પડે, પરંતુ અંતરથી બધું તોડી નાખવું અને આત્માર્થે જ જીવવું. જાણો કે આજે મૃત્યુ થઈ ગયું, તો સર્વ છોડવું પડે ને? તેમ વગર મૃત્યુએ મમત્વ છોડી દેવું.
ઘર્મ પાળવા ગમે તેવા પરિષહ સહન કરવા જોઈએ. ઊભા ને ઊભા બળી જવાનો પ્રસંગ આવે તો ય આત્મભાવ ચૂકવો નહીં.
તા.૨૭-૧-૩૫ સત્સંગનું માહાસ્ય સમજવું જોઈએ. પોતાની પાસે કોઈ કિસ્મતી વસ્તુ હોય, દાગીને હોય તો માને કે મારી પાસે આ છે. તેનું તેને માહાભ્ય લાગે કે મારી પાસે આ સુંદર, ભારે કિસ્મતની ઉપયોગી વસ્તુ છે; અને તેમાં મમત્વ કરે. તેમ આત્માને પરમ હિતકારી આ સત્સંગ છે તેનું માહાભ્ય સમજાય તો તેને હૈયાનો હાર ગણે અને તેનું જ માહાભ્ય સર્વથી અધિક લાગે,
28
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org