________________
४३१
ઉપદેશસંગ્રહ-૪ છે, તે મારું સ્વરૂપ નથી; તેને જોનારો હું છું, પરંતુ તેરૂપ હું નથી–આ હૃદયમાં કોરીને લખી રાખવું, ભૂલવું નહીં. બાંધ્યું છે તે ભોગવવું પડે. પણ તેમાં તન્મય ન થવું. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એમ ચિંતવી તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું ન કરવું.
જ્ઞાની સર્વમાં આત્મા જ જુએ છે. દરેક વસ્તુ દેખાય છે તેને જોનારો આત્મા છે. ઝાડ, પાન, માણસ, જંતુ સર્વ જે દેખાય છે તે તો પુલ છે, કર્મ છે, પર્યાય છે. તેમાં જે આત્મા રહ્યો છે તેને જ્ઞાની જાણે છે અને જુએ છે. માટે મને તે માન્ય છેઃ મન, વચન, કાયા અને અનેક સારા ખોટા ભાવ જે ક્ષણે ક્ષણે આવે છે તે કર્મ છે, પુલ છે.
તા. ૨૪-૧-૩૫ સર્વ પર સમભાવથી જોવું. મારો આત્મા છે તેવો જ સર્વનો આત્મા છે, એમ જાણે તો માન ન આવે. પર્યાવૃષ્ટિ છોડવી. - ઘર, પૈસો, બૈરાંછોકરાં કંઈ મારું નથી. આ દેહ પણ મારો નથી. એવા તો કંઈક ઘારણ કર્યા અને મૂક્યા છતાં નિવેડો આવ્યો નહીં. ઘન, દોલત, અધિકાર, સગાંસંબંધી એ રૂપ હું નહીં. હું એ સર્વેથી ભિન્ન આત્મા છું, જ્ઞાનીએ જોયો તેવો જ્ઞાનમય છું; અને એ જ એક મારું ઘન-દોલત સર્વસ્વ છે, એમ શ્રદ્ધા કરી લેવી.
આ દેહ છે તે વિષ્ટા, મળમૂત્ર, હાડકાં, માંસ, લોહી, પરુ, ચામડાનો માળો છે. તેમાં હવે મમત્વ ન કરું. હું તેથી ભિન્ન જ્ઞાનમય છું. સુંદર ભોજન ખાઈએ તે પણ મળમૂત્રરૂપ બની જાય છે, તે આ દેહને લઈને છે. એવા અશુચિ દેહને પોતાનું સ્વરૂપ ન માનું, તેમ તેને મારો ન માનું. જેમ ભાડાનું ઘર હોય તેનો જેટલો લાભ લેવાય તેટલો લઈ છોડી દેવાય છે તેમ આ દેહને આત્માર્થે પ્રમાદરહિતપણે ગાળી છેવટે તો મૂકી દેવાનો છે. મૃત્યુ પછી તેને બાળે, દાટે કે પાણીમાં બુડાડે, એ રીતે તેનો નાશ અવશ્ય છે; માટે તેને મારો ન માનું. એવું ભેદજ્ઞાન કરી લેવું.
એવો દેહ તે પાંચ ઇન્દ્રિયોના વિષયભોગ માટે નથી, પરંતુ એ અમૂલ્ય મનુષ્યદેહથી તો આત્માર્થ સાઘી લેવો. બીજા ભવમાં તેમ બની શકશે નહીં. જે મનુષ્યદેહમાં જ્ઞાનીનો બોઘ પમાય છે તે અત્યંત અમૂલ્ય છે. લવ સત્સંગ હોય તો તે ઉચ્ચ ગતિ કરાવી મોક્ષ પમાડે. માટે સત્સંગને ક્ષણ પણ ન વિસરવો. એક કાંચીડો લવ સત્સંગથી પોપટ થઈને રાજાના કુંવર થયો હતો.
૧. એક વખત વૈકુંઠમાં નારદજી ગયા હતા. તે વખતે તેમણે વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે સત્સંગનું માહાભ્ય શું?
ત્યારે ભગવાને કહ્યું કે અમુક જગાએ વડની ડાળ ઉપર એક કાંચીડો છે તેને જઈને પૂછો. નારદજી તે વૃક્ષ પાસે ગયા અને કાંચીડો જોયો એટલે તેને પૂછ્યું કે સત્સંગનું માહાભ્ય શું ? ત્યાં તો તે કાંચીડો તરફડીને મરી ગયો. તેથી નારદજીએ ભગવાન પાસે આવીને બન્યું હતું તે કહ્યું.
ફરી ભગવાને કહ્યું કે અમુક ઝાડ ઉપર પોપટનું બચ્યું છે તેને જઈને પૂછો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org