________________
ઉપદેશામૃત
પ્રભુશ્રી—છ દ્રવ્ય છે તે દરેક જુદાં જ છે. તે એકમેકમાં પરિણમી શકે જ નહીં. તેથી જડ અને ચેતન પણ એકમેકમાં પરિણમે નહીં. કૃપાળુદેવે કહ્યું છે કે ચેતનનાં પરિણામ ચેતન છે અને જડનાં પરિણામ જડ છે : એક પરમાણુ છે તે જોઈ શકાય નહીં. પરંતુ તે ત્રિકાળે તેરૂપ છે. તેમાં પર્યાયભેદ થાય છે, તે પણ જડરૂપે હોય છે. તેમ આત્માના ગુણપર્યાય ચેતન છે. કર્મનો લેપ છે તેથી કંઈ તેના ગુણપર્યાયનો કોઈ કાળે નાશ થયો નથી, તેમ થવાનો નથી. માટે સર્વ જીવો સિદ્ધસ્વરૂપી છે એમ જાણે તો કોઈ પ્રત્યે રાગદ્વેષ ન થાય. અને રાગદ્વેષ અને મોહ એટલે અજ્ઞાનવૃષ્ટિ જાય ત્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય અર્થાત્ આત્મા જે સ્થિરરૂપે છે તેનો અનુભવ કરે. તેથી સર્વે પર સમાનતૃષ્ટિ એટલે સમભાવ આવે. ત્યારે તો ‘આખું જગત આત્મારૂપ માનવામાં આવે, થાય તે યોગ્ય જ માનવામાં આવે.'
૪૩૦
સમતારસના પ્યાલા રે, પીવે સો જાણે; છાક ચઢી કબહૂ નહિ ઊતરે, તીનભુવનસુખ માણે.’’
⭑
તા.૧૭–૧–૩૫
વાસના અને કામસેવનના અનેક પ્રકાર છે. દેહમાં આત્મબુદ્ધિ કરવી, સારાં કપડાં વગેરેથી દેહને શણગારવો, સારા સારા પૌષ્ટિક પદાર્થો દેહને પુષ્ટ કરવા ખાવા, દેહને વારંવાર નિહાળવો, તેના વિચારમાં રાચવું—એ સર્વ કામસેવનના જ પ્રકાર છે. પરંતુ દેહથી હું ભિન્ન છું; દેહ જન્મજરા-મરણ અને વેદનીનું કારણ છે, તેને આત્માર્થે ગાળવા કષ્ટ વેઠવું અને આત્માર્થમાં જ વૃત્તિ ક્ષણ ક્ષણ રાખવી એવી ચર્યા તે બ્રહ્મચર્ય.
તા.૨૩-૧-૩૫
જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે બધું કેમ ફરી જાય છે ? અંધકાર હોય ત્યાં દીવો આવે અને બધું યથાતથ્ય દેખાય, તેમ જ્ઞાની પુરુષ મળ્યે જે જોવાય છે તે બધું જુદી રીતે જોવાય છે. મારાપણું મટી જાય, પોતાને ભિન્ન જાણે તેથી વિષયકષાય છૂટે. ત્યારે જીવ જે પુરુષાર્થ પ્રથમ પાંચ ઇંદ્રિયોના વિષયો માટે કરતો હતો તેને બદલે આત્માની ખોજ કરવામાં લાગે. સંસારનાં સુખ તેને અગ્નિની ખાઈ જેવા લાગે. તેથી તે તરફ ન જાય. અને હું કોણ ? ક્યાંથી થયો ? મારું સ્વરૂપ કેવું છે ? વગેરે જાણવા યત્ન કરે. ટૂંકામાં જીવ અનાદિથી ઊંઘે છે તે જાગે. અત્યાર સુધી જે જે સાધન કર્યાં તે સર્વ નિષ્ફળ, લક્ષ વગરનાં બાણ જેવાં લાગે. જ્ઞાનીપુરુષને ઓળખ્ય લક્ષ ક્યાં કરવો તે સમજાય. તેથી તેનાં સાધનો—સર્વ વ્રત, નિયમ–સફળ થાય. અત્યાર સુધી આ લોકનાં સુખ કે પરલોકનાં સુખ અર્થે સાધન કર્યાં. હવે માત્ર આત્માને છોડાવવા, બંધનથી મુક્ત કરવા જ્ઞાનીની આશાએ વર્તે તો સર્વ સાધન સફળ થવા યોગ્ય છે.
અનંત જ્ઞાની થઈ ગયા તેમણે કહ્યું છે, અને હાલ જ્ઞાની છે તે પણ એમ જ કહે છે કે તારો એક આત્મા જ છે. માટે એમ માનવું કે આસ્રવ, બંધ, સંયોગ-વિયોગ આવે છે ને જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org