________________
ઉપદેશસંગ્રહ-૪
૪૨૯ આત્મજ્ઞાન હોય છે. તેમને આત્માનું જ્ઞાન થયું હોવાથી હંમેશાં તેને લક્ષીને જ તેમને બોઘ હોય છે તેથી જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોઘ કહેવાય છે. પરંતુ અજ્ઞાની એ જ વાતો કરતો હોય છતાં તેનું લક્ષ નિરંતર આત્મા તરફ નથી રહેતું અથવા હોતું જ નથી. તે તો માનાદિ કષાય પોષવા બોલતો હોય છે; પણ જ્ઞાની કંઈ માનાદિ કષાય પોષવા બોલતા નથી. જ્ઞાની તો તેને એક શબ્દમાં ઓળખી કાઢે. જ્ઞાની બોલે નહીં છતાં સામાનાં પરિણામ ફેરવી શકે અને તે એટલે સુધી કે જ્ઞાન પમાડી શકે. કોઈ ધ્યાનમાં બેઠો હોય અને કોઈ માત્ર જોતો હોય તો કોઈને એમ લાગે કે ધ્યાનમાં છે તે ખરો યોગી છે; પરંતુ ઉઘાડી આંખવાળાને કેવળજ્ઞાન પણ પ્રગટે, કારણ તેને તેનાં પરિણામ વર્તતાં હોય છે. જ્ઞાની બોલે છે તે અનુભવનું હોય છે. તે અંતર પરિણામ ઓળખે છે. મોહાદિ દૂર કરવાના ઉપાયો પણ જાણે છે. તેથી તેમનું બોલવું તલસ્પર્શી હોય છે; અને તેની અજબ અસર થાય છે ! અજ્ઞાનીનાં વચનો તેવી અસર નથી કરતા.
તા.૧૪-૧-૩૫ મને સુખ છે એમ માને ત્યાં પણ વેદની છે. શાતા અને અશાતા બન્ને વેદની છે. તે ભોગવે છે અને મેં સુખદુઃખ ભોગવ્યું એમ માને છે; પરંતુ તેનો તો નાશ છે. પણ કોઈએ આત્માનો નાશ જોયો? દરેક આત્મા, તેના ગુણો, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય સહિત અમર છે. તે મરતો નથી. તેનું જે સુખ છે તે તો જ્ઞાનીએ જાણ્યું છે; અને જેણે જાણ્યું છે તે જ જણાવી શકે છે.
અનાદિની જે અવળી સમજ છે તે સવળી કરવી. તેથી અનિત્ય, રૂપી પદાર્થોનો મોહ ટળી આત્મસુખ પમાય. પછી તો માથે અંગારા ભરે તોપણ “મારું શું બળે છે?' એમ લાગે ! ઘાણીમાં પીલે તો પણ શાંત રહે. એવી અદ્ભુત દશા થાય છે. કારણ કે સમકિત હોવાથી તેમણે પોતાનું સ્વરૂપ દેહથી પર અનુભવ્યું છે. તેમને કોઈ ગાળ ભાંડે તો વિચારે કે મને કયાં લાગી છે? એ તો ભાષાનાં પુદ્ગલ હતાં તે ઊડી ગયાં. એમ સમજે કે એ તો મારે માથે બોજો હતો તે હલકો કર્યો. મારાં એટલાં કર્મો ખપ્યાં. પરંતુ અજ્ઞાની તો તેનું વેર લેવા માથું ભાંગી નાખે. સમકિતી અથવા આત્મજ્ઞાની સવળો વિચાર કરે છે; કારણ કે એ બધું અનિત્ય જુએ છે. ક્ષણ ક્ષણ બધું ચાલ્યું જાય છે એમાં મોહ શો કરવો ? પોતાના આત્માનું સુખ જે ખરું છે, શાશ્વત છે તેને જ અનુભવવું યોગ્ય છે.
પ્રભુશ્રી–સમ એટલે શું?
મુમુક્ષુ–રાગદ્વેષ એ ચારિત્રમોહનીય અને અજ્ઞાન એટલે દર્શનમોહનીય તેનો અભાવ થાય ત્યાં સમભાવ પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org