________________
૪૨૮
ઉપદેશામૃત પ્રભુશ્રી–વિરક્તિ એ તો શું ન કરવું એ બતાવે છે અને સદાચાર શું કરવું તે સમજાવે છે, જેમકે સત્સંગ, ભક્તિ, શાસ્ત્રાધ્યયન વગેરે શુભ પ્રવૃત્તિમાં રોકાવું.
સમતા, ઘીરજ, શાંત મનથી વચન બોલવું, બોલાવવું, માન આપવું એ વિનય છે. તેને બદલે તોછડાઈ, ઉદ્ધતાઈ, ઊંચે અવાજે બોલવું એ યોગ્ય નથી. આ બાબત લક્ષમાં રાખવા યોગ્ય છે. કોઈનો પણ અવિનય ન થવો જોઈએ. ખાસ કરીને સત્સંગમાં તે ઉપયોગ બહુ રાખવો જોઈએ. બોલવામાં વિનય શીખવાની જરૂર બહુ છે. આપણે સર્વેથી નાના, નમ્ર બની જવું અને નમીને ચાલવું.
તા. ૧૧-૧-૩૫ સદાચરણ સેવવું, ભગવાનનું નામ લેવું, કુસંગથી દૂર રહેવું વગેરે કંઈ ખોટું નથી.
વસ દોહરા, ક્ષમાપના શીખે અને રોજ બોલે તો ઘણું કલ્યાણ થાય. મનમાં સ્મરણ રાખે તો તેની કોઈ ના પાડે એમ તો નથી. માટે તે કરવું. એથી ભવ ઓછા થાય અને અંતે જન્મમરણથી છુટાય. તો શા માટે આત્માનું એટલું હિત ન કરવું ? વ્યવહારના કામમાં કોઈ ઢીલ કરતું નથી. પરંતુ પરમાર્થના કામમાં પ્રમાદ કરે છે, કે પછી કરીશ, આજે વખત નથી, એમ ન કરતાં ઊલટું પરમાર્થ તો જેમ બને તેમ ત્વરાથી કરવા યોગ્ય છે; કારણ કે મનુષ્યભવ પામીને એ જ કર્તવ્ય છે. બીજું કંઈ સાથે આવવાનું નથી. માટે સત્સંગે આત્માર્થ સાઘવો.
તા.૧૩-૧-૩૫ અયથાર્થ આત્મજ્ઞ છે તે આત્માની વાતો કરે, કહે કે તે છેદતો નથી, ભેદતો નથી, બંધાતો નથી, ભોગવતો નથી, વગેરે; છતાં બંઘાય છે. તેણે અંતરથી ત્યાખ્યું નથી તેથી તે શુષ્કજ્ઞાની છે. પરંતુ યથાર્થ જ્ઞાની માત્ર વાત જ નથી કરતા પણ તેમને આત્મામાં રમણતા કરવી પ્રિય છે. આત્માનું સુખ તે જાણે છે અને તેમાં રમણતા કરે છે. શુષ્કજ્ઞાનીને એ અનુભવ ન હોવાથી અધ્યાત્મમાં કંઈ રસ ન પડે છતાં પોતાને સંસારસુખનો ત્યાગી માને. જ્ઞાની તો બીજા બઘા કરતાં વધુ આનંદ ભોગવે છે, તેથી અત્યંત સુખી છે.
તા.૧૩-૧-૩૫ જ્ઞાની અને અજ્ઞાનીની વાણી જુદી પડે છે. મુમુક્ષુ એટલે જિજ્ઞાસુ હોય તે તેની પરીક્ષા કરી શકે. ખરી મુમુક્ષતા તો સત્પરુષના યોગે પ્રગટે છે. પુરુષ મળવામાં પુરુષાર્થ અને પ્રારબ્ધ બન્ને કારણ હોય છે. અજ્ઞાનીની વાણી જ્ઞાની તો તરત જ પારખે. અજ્ઞાની જ્ઞાનીનાં વચન ટાંકીને બોલતો હોય છતાં તેનો આશય તરત સમજાય. કારણ કે જ્ઞાનીનો આશય હંમેશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org