________________
ઉપદેશસંગ્રહ-૪
૪૨૭
તા.૯-૧-૩૫
સમકિતી અને મિથ્યાત્વીમાં કેવો ભેદ છે ! મિથ્યાત્વી બે, ચાર, છ એમ ઉપવાસો કરે, રાત્રે ઊંઘે પણ નહીં; છતાં કર્મ જ બાંધે. સમકિતી ખાય, પીએ, ભોગ ભોગવે, સંસારમાં વર્તે, ઊંઘે કે ગાંડો વા ઉન્મત્ત બની જાય, છતાં કર્મથી છૂટે છે; કારણ કે, તેમનું લક્ષ આત્મામાં છે. માટે આત્મામાં લક્ષ રાખવું. આત્મા સિવાયનાં કાર્યમાં માત્ર શરીર અને વચનથી વર્તવું, પરંતુ મનથી એટલે વિચારે કરી પરોવાવું નહીં,તો બંધ ન થાય.
મોક્ષના માર્ગમાં કાંટા-કાંકરા, ખાડાટેકરા, કૂવા જેવાં વિધ્રો ઘણાં છે. તેમાં આંધળો માણસ ચાલે તો ઘણી મુસીબત પડે અને માર્ગમાં ચાલી જ ન શકે. અથવા સ્વચ્છંદે ચાલતાં જરૂર પતન થાય; પરંતુ તેમાં માર્ગ બતાવનાર મળે અને તેમને આધારે ચલાય તો જ સહેલાઈથી આગળ ચાલી શકાય તથા ભયનાં સ્થાનક વટાવી જવાય. તેમ સકિત એટલે શ્રદ્ધા હોય તો માર્ગ સ્પષ્ટ દેખાય અને તેમાં આગળ વઘી શકાય. માટે મુમુક્ષુને સમકિતની આવશ્યકતા છે.
કોઈ લખપતિ હોય તેને ઘેર ખાતું પડાવ્યું હોય તો ખપને વખતે જોઈતાં નાણાં મળી શકે અને પછી લેવડદેવડ છૂટથી કરી શકાય. પરંતુ ખાતું ન હોય ત્યાં સુધી કંઈ ન થઈ શકે. માટે ખાતું પડાવવા મહેનત કરવી જોઈએ; કારણ આપણો સ્વાર્થ છે. થોડા રૂપિયા પણ મૂકવા જોઈએ. એમ પ્રયત્ન કરવો જોઈએ. ખુશામત પણ કરવી પડે, કારણ ગરજ છે. પરંતુ પછી ઘણો લાભ થાય.
આ દેહ, હાથપગ તે હું નહીં; દેહમાં વ્યાધિ થાય, પીડા થાય તે મને નહીં; તેમ જ આ ભવનાં સગાં-વહાલાં તે મારાં નહીં. હું એ સર્વથી જુદો આત્મા છું, એમ જાણવું. તે જ્ઞાનીની આજ્ઞા છે. દેહને સ્વપ્ને પણ પોતાનું સ્વરૂપ ન માનવાનો અભ્યાસ કરવો. મન તે પણ હું નહીં. હું અરૂપી ચેતન છું અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું છે.
તા.૧૦-૧-૩૫
આત્માની વાત કેટલી દુર્લભ છે ? મા કે બાપ પાસે આત્માની વાત સાંભળી હતી ? દુનિયામાં ક્યાંય આવી વાત સાંભળવા મળે એમ છે ? માટે આ યોગ મહા દુર્લભ સમજવો. એનું માહાત્મ્ય ઘણું ગણવું.
Jain Education International
⭑
પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્તભાવ, વિનય તથા સદાચાર સહિત આત્મચિંતવન કરવાથી જ્ઞાન પામવા યોગ્ય થવાય છે.
મુમુક્ષુ—પાંચ ઇન્દ્રિયોથી વિરક્ત થાય એટલે સદાચાર હોય જ.
For Private & Personal Use Only
www.jainelibrary.org