________________
ઉપદેશસંગ્રહ-૪
૪૨૫
તા.૧૮-૧૧-૩૪ [ઘર્મધ્યાનની પૃથ્વી આદિ પાંચ ઘારણાઓ વંચાત] આ કલ્પનાઓ ચિત્તને એકાગ્ર કરવા કહી છે કે જેથી જીવ વૃત્તિને બધેથી સંકેલી આત્મામાં આણે. પરંતુ ધ્યાન થવા તો ગુરુગમ જોઈએ. કૂંચી વગર તાળું ન ખૂલે. કૃપાળુદેવે ગુરુઆજ્ઞાપૂર્વક વિચાર ધ્યાન કરવા કહ્યું છે. | મુખ્ય વાત સત્ અને શીલ પાળી શ્રદ્ધા દ્રઢ કરવી. દોરડું હાથ આવે તો કૂવામાંથી બહાર નીકળાય. માટે શ્રદ્ધારૂપી દોરડું પકડ્યું તે હાથમાંથી ક્ષણવાર પણ છૂટવા ન દેવું–વિસ્મૃતિ ન કરવી. શ્રદ્ધા કોની કરવી ? ક્યાં કરવી ? ઘરઘરનાં સમકિત છે કે નહીં. પણ ખરા જ્ઞાની બતાવે તે જ પકડ કરી લેવી. તો જ આ ત્રિવિધ તાપથી છુટાય. સદ્ધ પરમ કુછંદ.” એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય' એ લક્ષમાં રાખવું. અને આજ્ઞાને વિચારી આરાઘવી, સર્વત્ર આત્મા જોવો. સદ્વર્તન આચરવું.
તા. ૧૮-૧૧-૩૪ હવે દ્રષ્ટિ ફેરવવાની છે. જીવ આ બાજુ જઈ રહ્યો છે ત્યાંથી ફરીને સામી બાજુ જવું છે. જવું છે મોક્ષે અને કરણી સંસારની કરે છે–રાગ-દ્વેષ-મોહ કરે છે, પ્રીતિ-અપ્રીતિ કરે છે, અહંતા મમતા કરે છે તે બંઘન છે. જ્ઞાની છે તે વ્યવહારમાં બાળકોને ખેલાવે છે, પ્રવર્તન કરે છે પરંતુ તેમનું પરિણમન આત્મામાં છે. તેમને સર્વ પ્રત્યે સમભાવ છે. આત્મા જુએ છે અને તેનું શ્રેય ઇચ્છે છે. જે અવળી બુદ્ધિ થઈ ગઈ છે તે મૂકવાની છે. દેહથી માંડીને બધે પરવસ્તુમાં પ્રીતિ કરે છે. ત્યાંથી ફેરવીને આત્મામાં પ્રીતિ કરવાની છે. એનો સતત અભ્યાસ કરવાનો છે. એ માટે ભણવાનું, શીખવાનું છે. માટે તેનો ઉપયોગ રાખવો. ગાડી ઘોડા વગેરે ઘમાલ જોતાં વિચારવું કે તે માયા છે, નાશવંત છે. તેને જોનાર મારો આત્મા તો અવિનાશી છે. માટે તે જ રાગ કરવા યોગ્ય છે.
સપુરુષથી ભેદ રાખવો નહીં. મન-વચન-કાયાએ તેમની આજ્ઞા આરાઘવી. સપુરુષ પર શ્રદ્ધા રાખવી. એ કહે તે સત્ય માનવું–રાતને દિવસ કહે તોપણ. અને સર્વ પ્રકારના આગ્રહ ત્યાગવા. પત્રાંક ૮૧૦નું વાંચન : -
“જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.”
જો આત્માને સુખી કરવો હોય, અનંત ભવનો ક્ષય કરવો હોય, અને સાચું સુખ પામવું હોય તો આ માર્ગ છે. નહીં તો પછી ચોરાશીના ફેરામાં ફર્યા કરવું અને માયાના બંધનમાં સુખ માનવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org