________________
૪૨ ૪
ઉપદેશામૃત
તા. ૧૩-૧૧-૩૪ જીવે શું કરવાનું છે ? ભેદજ્ઞાન. તે કેવી રીતે ? તો કે આ કાયા તે મારી નથી, વચન, મન પણ મારાં નથી. હું એથી ભિન્ન આત્મા છું. તો શું તેને ન રાખવાં ? તો કે રાખવાં પરંતુ તે એક આત્માર્થે. જે કરવું તે ન છૂટકે આત્માર્થે કરવું. ખાવું, પીવું, કપડાં પહેરવાં, દિશાએ જવું, બોલવું, હસવું, રડવું, ચાલવું, મૂકવું, લેવું, જોવું વગેરે સર્વ શા માટે ? એક આત્માર્થે કરવું. હું એથી ભિન્ન છું, પણ ઉદય આવ્યે વેદવું પડે છે. મારે તો એક આત્માર્થ જ કરવો છે.
આત્માર્થમાં લક્ષ રાખવો કે જેથી તેવા ઉદય ફરી ન આવે. ખાવું તો શા માટે કે ફરી ન ખાવા. તેમ સર્વ કંઈ કરવું તે ફરી ન કરવા, છોડવા અને મૂકવા. એક આત્મા જ મારો છે અને તે જ્ઞાનીએ જોયો છે; માટે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી. આત્માનું હિત થાય તે જ કરવું તે વિવેક છે.
રાગદ્વેષ ન કરવા, દેહાદિ પરપદાર્થમાં અહંભાવ, મમત્વભાવ ન કરવો. અભિમાન મૂકવું આત્માનું કંઈ નથી, આત્મા સર્વેથી ભિન્ન છે. વિનય સર્વનો કરવો. આત્માને સર્વથી ભિન્ન સ્પષ્ટ જોવો. જેમ ઉત્તર ને દક્ષિણ બે જુદાં છે, અંઘકાર અને પ્રકાશ જેમ ભિન્ન છે તેમ આત્મા ભિન્ન છે. તેને પામવા સર્વ કાંઈ કરવું.
તા. ૧૭-૧૧-૩૪ દેહાધ્યાસ ટાળવો. આત્મા આ દેહમાં પગથી તે માથા સુધી રહેલો છે, તેમાં વૃત્તિ પરોવવી. પાંચ ઇંદ્રિય અને છઠું મન એરૂપી છે બારીઓ છે. તે દ્વારા વૃત્તિ બહાર જાય છે ત્યાંથી ખેંચી આત્મામાં લાવવી. જે જોવાય છે તે, આત્મા છે તો જોવાય છે. માટે તેને વિસ્તૃત ન કરવો.
આત્મા પાસે ભાવ અને ઉપયોગ છે તે છૂટવા, સંસારથી મુક્ત થવા પ્રવર્તાવવો. પ્રેમ કરવો તો સત્પષ પર કરવો. તેમ જ પોતાના આત્મા પ્રત્યે પ્રીતિ, દયા, પ્રેમભાવ, વગેરે બધું કરવું; કેમકે અનાદિકાળથી પરભાવમાં જવાથી તે બંધનમાં પડ્યો છે. અનંત દુઃખ ક્ષણે ક્ષણે ભોગવે છે અને પોતાની અનંત સમૃદ્ધિ ભૂલી ગયો છે. તેના પર દયા કરી કર્મબંઘનથી મુકાવા આત્મભાવમાં આવવું.
આત્મભાવ પામવા માટે ગુરુગમ જોઈએ; કારણ જેમ તિજોરી ચાવી વગર ખૂલે નહીં તેમ આત્મ-ઓળખાણ તો સદ્ગુરુ કરાવે ત્યારે થાય. માટે તેમની આજ્ઞા બરાબર સમજી વૃઢતાથી આરાઘવી. બફમમાં ન રહેવું. કોઈ પર રાગદ્વેષ ન કરવા. સર્વ પર સમભાવ રાખવો, મૈત્રીભાવ સર્વ પ્રાણી પર સમાન રાખવો. ચાર ભાવનાઓ ભાવી વ્યવહારમાં વર્તવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org