________________
ઉપદેશસંગ્રહ-૪
૪૨૩
તા.૮-પ-૩૪ મુમુક્ષુ–જીવ આટઆટલું સાંભળે છે છતાં કેમ પરિણમતું નથી ? પ્રભુશ્રી–એક કાનેથી સાંભળી બીજેથી કાઢી નાખે છે. મુમુક્ષુ–બે કાન છે તેથી તેમ થાય છે. એક જ કાન હોય તો બધું અંદર રહે !
પ્રભુશ્રી–ત્રણ પૂતળીઓની પરીક્ષા વિક્રમ રાજાએ કરી જોઈ. એકના કાનમાં નાખેલી સોય તેના બીજા કાનથી સોંસરી નીકળી ગઈ. બીજીના કાનમાં નાખી તો જરા વાર રહી તેના મોઢામાંથી નીકળી ગઈ. અને ત્રીજીના કાનમાં નાખી તે તો નીકળી જ નહીં; તો તેની કિસ્મત એક લાખ રૂપિયા અંકાઈ. તેમ જે બોધ મળે તે મનમાં ઘારણ કરે અને વિચારે તો આત્મામાં પરિણમે. જે કરવાનું છે તે બાહ્યમાંથી નિવર્સીને આત્મામાં પરિણમવાનું છે. એક માણસ શાસ્ત્ર ઘણાં ભણ્યો હોય અને બધું સમજાવી શકે, પણ આત્માનો અનુભવ ન થયો હોય તો તે બધું નકામું છે. શાસ્ત્રજ્ઞાન ન હોય પણ શ્રદ્ધા તથા અનુભવ હોય તો તે બીજે જન્મે પણ સાથે જાય, અને જીવને મોક્ષ પમાડે.
તા.૧૧-૫-૩૪ યોગ્યતા હોય નહીં અને પોતાને છઠું ને સાતમું ગુણઠાણું માની માન પામે. ખ્યાલ કયાં છે કે સમકિતી જીવની કેવી દશા હોય ? આ તો જાણે કંઈ નહીં અને બોધ આપવા નીકળે, જ્ઞાની થઈ બેસે. તેથી માત્ર ભવ રઝળવાનું થાય.
“નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ;
સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ.” જે વાત પોતે અનુભવી નથી છતાં જાણે અનુભવી હોય એમ બતાવી કહે તે મિથ્યાત્વી કહેવાય. એવું કરી કેટલો કાળ કાઢવો છે ? માટે હવે બીજી બધી પંચાત ન કરતાં આત્માને ઓળખી લેવો અને એક આત્માર્થે સઘળું કરવું.
આત્મા છે તે નાનો, મોટો, ઘરડો, જુવાન, સ્ત્રી, પુરુષ નથી. તે બઘા પર્યાય છે. અને પર્યાયવૃષ્ટિ મૂકી સ્વરૂપમાં આવે તો કર્મબંઘ અટકે.
તા.૧પ-પ-૩૪ જે વાત પૂનામાં થઈ હતી તે જ સર્વેએ માન્ય કરવી. કૃપાળુદેવ ઉપર પ્રેમ થવો જોઈએ. બીજેથી પ્રીતિ તોડે તે ત્યાં જોડે. માટે બધેથી સંકેલી તેમાં પ્રેમ આત્માર્થે કરવો. એ પ્રેમ તે જ શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા થયે જ્ઞાનીનો બોઘ પરિણમે તથા જ્ઞાન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org