________________
૪૨૦
ઉપદેશામૃત સાંભળવું અથવા આત્મચિંતન કરવું. નકામો સૂકવી નાખે એ ભક્તિભજન કરવા દે તેમ નથી. માટે તેને જરૂરપૂરતું પોષણ આપી યોગ્ય સંભાળ રાખવી, જેમ બળદને ચારો નાખી તેની પાસે કામ લઈએ તેમ. પરંતુ તેમાં મોહ, મૂર્છા તો ન જ કરવાં. દેહ પોતાનો છે નહીં અને થવાનો પણ નથી, એવો નિશ્ચય કરી લેવો. તે સડી જશે, પડી જશે, રોગ આવશે, વૃદ્ધ થશે, કુરૂપ બનશે; પણ તેથી ન મૂંઝાવું; કારણ, આપણો હેતુ તો તેથી કોઈ પણ રીતે આત્માર્થ સાધવાનો છે, નહીં કે તેને શાશ્વત કરવાનો. તેમ ખાવું પીવું, પહેરવું ઓઢવું વગેરે મોહથી, સ્વાદથી દેહ પર મૂચ્છ લાવીને, પોતાને દેહરૂપ માનીને કર્યું તો તે ઝેરરૂપ છે. તેમ થતું હોય તે કરતાં મરી જવું બહેતર છે કે નવા ભવ ઊભા થતા તો અટકે !
એ રીતે દેહની સંભાળ રાખવામાં આત્માર્થ જાણવો અને મૂચ્છનો સર્વથા ત્યાગ કરવો; કારણ, દેહને પોતારૂપ જાણ્યો તેટલો આત્માને વિચાર્યો. ભેદજ્ઞાન કરી લે તો જ આ વાત સુગમ છે.
સ્વસ્ત્રી સિવાય બીજી સર્વ પ્રત્યે મા-બહેનના ભાવે જોવું. ખરાબ ભાવથી કોઈથી દ્રષ્ટિ ન મેળવવી અને સંયમપૂર્વક વર્તવું. સત્ અને શીલ એ મહાન છે. એ હોય ત્યાં જ ઘર્મ હોઈ શકે છે. માટે પુરુષે પરસ્ત્રીનો અને સ્ત્રીએ પરપુરુષનો સર્વથા ત્યાગ રાખવો.
તા. ૧૬-૫-૩૩ આ જીવે પરને પોતાનું માન્યું છે. હું સ્ત્રી, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું પુરુષ, એમ હિંદુ, પારસી વગેરે કહેવાતો હોય તે રૂપે પોતાને માની બેઠો છે; પણ તે ખોટું છે. આવા તો તેણે અનેક ભવ કર્યા છે અને તેને નાશ થયો છે, છતાં પાછો ભૂલે છે. સગાં વગેરેને પોતાનાં માને છે તેથી દુઃખી થઈ ગાઢ કર્મબંઘ કરે છે. તેને બદલે એમ સમજો કે એ બધું પોતાના સ્વરૂપથી જુદું છે. હું તો આત્મા છું. આમાંનું કંઈ મારું નથી. આ દેહ તે પણ હું નથી. મારું તો એક આત્મસ્વરૂપ છે. આમ જ્ઞાનીઓએ કહ્યું છે માટે સત્ય છે. આ બધા સંજોગો છે, તે મોહ કરાવે છે; પણ હું તેને ખરા ન માનું.
તા.
૧૫-૩૩ દેહથી આત્મા ભિન્ન છે; દેહ છે તે મારું સ્વરૂપ નથી, તે મારો નથી, તેને થાય છે તે મને નહીં એમ વિચારી એ સંબંઘી સર્વ મોહ ત્યાગવો. જડ અને ચેતન ભિન્ન છે, એમ શ્રદ્ધા રાખી આત્માની ઓળખાણ કરવી. અત્યારે આત્મસ્વરૂપ જાણ્યું નથી અને અનાદિનો અભ્યાસ હોવાથી દેહરૂપી પોતાને માને છે. પરંતુ જ્ઞાનીઓએ કહ્યું કે તું ભિન્ન છે, તારું સ્વરૂપ તો ઓર છે ! તે શ્રદ્ધા રાખી, દેહાધ્યાસ મૂકી, હવે તે સંબંધી કોઈ વાતમાં મોહ ન કરતાં આ ભવ તો આત્માર્થે જ ગાળવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org