________________
ઉપદેશસંગ્રહ-૪
૪૧૯ બીજું બધું જે કરવું પડે તે ઉપર ઉપરથી કરવું, પરંતુ અંતરથી તો આત્મહિત કરવા તરફ લક્ષ આપવું. કોઈ બાબતની–ઘન, સત્તા, દેહ, વગેરેની મમતા ન કરવી. મમતા એ જ બંઘન છે અને તે આત્માને મહા દુઃખમય છે, માટે ક્ષણ ક્ષણ બહુ સંભાળવું. સર્વ પર સમભાવ રાખી સર્વનું પારમાર્થિક રીતે શુભ ઇચ્છવું,
તા.૧૨-૫-૩૩
'सद्धा परम दुल्लहा' અનંત કાળથી ભ્રમણ કર્યું, બોઘ પણ સાંભળ્યો છતાં કેમ નિવેડો ન આવ્યો ? શી ભૂલ રહી ? તો કે વાસના ન ગઈ. કોની ? તો કે મનની. મન શું? આત્મા વિચારે પરિણમે છે. તેને વશ કરવું જોઈએ. તે શાથી થાય? તો કે સત્પષના બોઘમાં શ્રદ્ધા આવે અને તે મુજબ વર્તે, મનને બીજે જતાં રોકે અને આત્મામાં સ્થિર કરે તો. તે માટે શ્રદ્ધા જ જોઈએ, અને તેમાં જ રંગ લાગે તો મનડું બાઝે.
તા.૧૩-૫-૩૩ અનંત કાળથી જીવે જન્મમરણ કર્યા છે. તેમાં દરેક વખતે સગાંસ્નેહી, ઘનસંપત્તિ પામ્યો છે, અને તેમને “મારાં' માન્યાં છે, તેમને માટે દુઃખ ભોગવવામાં બાકી રાખી નથી, પણ કંઈ સાથે આવ્યું નથી, છતાં હજી “મારું મારું' કરે છે. સ્વપ્ન છે તેને ખરું માન્યું છે, પોતાનો આત્મા જે એકલો આવ્યો છે તેની તલાશ નથી લીઘી, તેની કંઈ દરકાર કરી નથી. એ એક જે ખરો છે તેને મૂકી બીજાની પંચાત કરી છે. એ ભૂલ તે કેટલી ! અને હજી ચેતતો નથી ! ચેતે તો બધું પર માને, મમત્વ મૂકી નિજસ્વરૂપ વિચારે; પણ આત્મા ઓળખવો સહેલો નથી. સ્વચ્છેદે ગમે તેટલું કરે તો પણ ભ્રમણામાં પડે. સુગમ હોત તો અનેક વિદ્વાન થઈ ગયા તેને તે હાથ લાગત; પરંતુ તે એમ ને એમ પ્રાપ્ત ન થાય, તે માટે બધું મૂકી એક જ્ઞાનીનું શરણું લેવું જોઈએ.
તા.૧પ-પ-૩૩ આ દેહમાં જીવ મમતા ભાવ કરે છે તે મહા બંઘનરૂપ છે. આ દેહ સુંદર છે; દેહને સુખદુઃખ થાય તે મને થાય છે એમ માનવું તે મમતા છે, તેનો ત્યાગ કરવો.
મુમુક્ષુ–ત્યારે શું એને સૂકવી નાખવો?
પ્રભુશ્રી–એમ નથી. એનાથી આત્માનું સાર્થક કરવાનું છે. માટે જ્યારે તે સ્વસ્થ હોય ત્યારે તે દ્વારા ભક્તિભજન કરવાં. જ્યારે નિર્બળ કે અશાતામાં હોય ત્યારે અન્ય પાસે ભક્તિ-ભજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org