________________
૪૧૮
ઉપદેશામૃત
તા. ૧૧-૧૧-૩૨
આત્મા એ જ પરમાત્મા છે—એ નિશ્ચયનું તત્ત્વવચન સાંભળી કોઈ પોતાને પ૨માત્મા માની બેસે તો તે ખોટું છે. જ્યાં સુધી પરમાત્માના ગુણ ન પ્રગટે ત્યાં સુધી માત્ર મોઢેથી કહ્યું કંઈ ન વળે. ‘સમાધિશતક’ જેવું શાસ્ત્ર એટલા માટે માત્ર યોગ્યતાવાળા જીવને જ વાંચવા યોગ્ય છે. નહીં તો અભિમાન, જેને કાઢવાનું છે તે જ વઘી જાય અને તરવાને બદલે બૂડે. એટલા સારુ માત્ર ગુરુગમે જ રસ્તો કહ્યો છે. આત્માના અનંત ગુણ જેમ જેમ પ્રગટે તેમ તેમ અહંભાવ મટી ભક્તિ, વિનયભાવ પ્રગટે,
તા.૪-૫-૩૩
અત્યંત દુ:ખે કરી આર્ત હોઈએ, કોઈ આરો ન હોય ત્યારે શરણું કોનું ? તો કે આત્માનું. પોતાનો આત્મા એ જ ખરો છે. આ બધો સંજોગ છે—સર્વ સંજોગ છે. વેદની, દુ:ખ ગમે તેવું આવે તો પણ જાણવું કે તે પોતાનું સ્વરૂપ નથી, તેથી જુદું છે અને કાળ પાક્યું ચાલ્યું જશે. પૂર્વે કરેલાં કર્મનું તે ફળ છે. હવે ચેતવું. એક આત્માને ઉપાસવો. બીજાં બધાં ઋણ સંબંઘે મળ્યાં છે, કોઈથી પ્રીતિ, માયા ન કરવી, એ વિભાવ તો નાશવંત તરફ દોરી જાય છે. આ દેહ કે કાઈ મારું સ્વરૂપ નથી. હું ન્યારો છું અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જાણ્યું અને બોલ્યું તેવું છે. તે એક શ્રદ્ધા રાખવી અને તેમાં જ સ્થિર રહેવું.
જગતના ઓળખીતા જીવો સગાં-સ્નેહીને માત્ર ઉપરથી મળવું; પણ તેમાં જરા પણ વૃત્તિ ન રોકવી. દુનિયામાં તો અસંખ્ય લોકો છે. થોડાની ઓળખાણ થઈ, સંજોગ થયો તેથી તેમય થઈ જવું? પોતાના આત્માને વીસરવો ? એમ તો ઘણા ય ઉત્તમ મોટા લોકો છે જેને આપણે ઓળખતા નથી. માટે કોઈ પર મોહ, રાગ કે દ્વેષ ન કરવો. સર્વ ૫૨ સમાન વૃષ્ટિ રાખવી.
પરમ જ્ઞાની કૃપાળુદેવ પર સદ્ગુરુ તરીકે હૃદયપૂર્વક જેટલો બને તેટલો ભાવ કરવો. એ જ આત્માનું સર્વસ્વ છે, એમ આજન્મ માનવું. બીજા અનેક દેવોને છોડીને એ એકમાં જ વૃત્તિને સતત પરોવવી અને એમનામાં જ પ્રીતિને જોડવી.
Jain Education International
⭑ ⭑
તા. ૧૦-૫-૩૩
સકિત મેળવવા મમતા મૂકવી જોઈએ. મમતા કેમ મુકાય ? સમતા આવે તો. સમતા કેમ આવે ? સત્પુરુષની ઓળખાણ યથાતથ્ય થાય ત્યારે સમતા આવે. પછી પોતાના આત્માની ઓળખાણ થાય, તો તે સર્વથી ભિન્ન છે એમ જાણે, સંજોગ વગેરેને ઇચ્છે નહીં અને પરભાવમાં જાય નહીં, તે માટે સદા જાગૃતિ રાખવી જોઈએ. તે કેવી રીતે રહે ? પુરુષાર્થ કરવાથી. અનેક કામ, ધંધા માટે કરે છે, તેમ આ આત્મા માટે મંડી પડવું જોઈએ. દેહ વગે૨ે પારકાનું કર્યા કરે છે, કેટલી મૂર્ખતા ! હવે પોતાનું કરવું જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org