________________
ઉપદેશસંગ્રહ-૪
૪૧૭ અંતરદ્રષ્ટિ રાખે, પોતાને દેહથી ભિન્ન જ્ઞાનીએ કહ્યા મુજબ માને, પોતે આત્માને જોયો નથી પણ જ્ઞાનીએ કહ્યું તે સત્ય માને અને જ્ઞાનીએ કહ્યું કે રાગદ્વેષમાં ન જઈશ તો સ્મરણ રાખી તેમાં ન જાય, પોતાનું ડહાપણ મૂકી જ્ઞાનીની આજ્ઞાએ ચાલે, તો જ રસ્તો મળે. સ્વચ્છંદ રોકવો એ મોટી વાત છે. એ જીવથી મુકાતો નથી ત્યાં સુધી જીવ જે અનંત દોષથી ભર્યો છે તે દોષો ટળી શકવાના નથી. સ્વચ્છેદ મૂકી શ્રદ્ધા કરવી જોઈએ, અને આજ્ઞા પાળવી જોઈએ.
તા.૩-૧૧-૩૨ સપુરુષ દ્વારા પચખાણ મળ્યાં હોય તો મહા ઉપકારી છે.
પરભાવમાં જવાથી આત્મા બંઘાય; પણ વ્રત લીધું એટલે ‘આનો મારે ત્યાગ છે' એમ થવાથી હું ભિન્ન છું એવો વિચાર આવે અને તેથી પરભાવથી મુકાય.
શીલનું માહાભ્ય તો અનંત છે! પોતે આત્મા છે; દેહથી ભિન્ન છે. દેહનો ઘર્મ તે પોતાનો ઘર્મ નથી. પોતે વ્યવહારમાં વર્તે છતાં અંતરથી ન્યારો રહે. એવો અંતરનો ત્યાગ થાય, આત્મા ઓળખાય અને આત્મભાવમાં સ્થિતિ થાય ત્યારે શીલ પાળ્યું કહેવાય. પણ કોઈ પરભાવમાં એટલે રાગદ્વેષ, વિષયકષાયમાં પરિણતિ કરી પોતાનું વિસ્મરણ ન થવું જોઈએ.
આત્માને તો સન્દુરુષના વચનથી માન્ય કરે, છતાં રાગદ્વેષ આવે છે તેનું કારણ શું? તો એ કે અનાદિનો અભ્યાસ એટલો છે કે દેહાધ્યાસ દ્રઢ થઈ ગયો છે. સ્વપ્નમાં પણ સાપ જુએ તો ભય માને; કારણ દેહરૂપ પોતાને સમજ્યો છે. તે જેમ જેમ પુરુષનો બોઘ સાંભળે, તેને વિચારે તથા માન્ય કરે, તેમ તેમ દેહાધ્યાસ ઘટે અને આત્મભાવ જાગે. ભાવ પર બધો આધાર છે. શુભાશુભ બન્ને ભાવ બંઘ અથવા પાપરૂપ છે. શુદ્ધ અથવા આત્મભાવ એ જ એક છૂટવામાં સહાયક છે.
તા.૧૦-૧૧-૩૨ તું આત્મા છે, એમ જાણ; અને સર્વમાં આત્માને જ જો. આ હાડ ચામડાં છે તેમાં મોહ પામી બંઘાઈશ નહીં. તું તને ઘડી ઘડી યાદ કર. તારું સ્વરૂપ જે જ્ઞાનીએ કહ્યું છે તેનો સાક્ષાત્કાર કરે. આ બ્રહ્મચર્યવ્રત દ્રવ્યભાવે ગ્રહણ થયું છે તે ઘણું શુભ થયું છે તે જરૂર મોક્ષ કરાવશે. તે પાળવા દ્રવ્યભાવે પણ કાળજી રાખવી. નિમિત્ત ખરાબ ન બનવા દેવાં, સાવચેત રહેવું. આ દેહ છે તેટલો કાળ તો ટેક દ્રઢ રાખવી. જે ત્યાગ કર્યો છે એ આત્મભાવે અંતરથી થવો જોઈએ. મનથી મોહ, રાગ ન થાય તે માટે ઉદય આવ્ય, ચિત્તવૃત્તિ વાંચવા-વિચારવામાં અથવા આત્મચિંતવનમાં રોકવી. વૃઢતાથી વ્રત લીધું તેથી આ જીવ સંસારસમુદ્ર ઓળંગી કાંઠે આવી પહોંચ્યો છે. હવે માત્ર એક આત્માને ઓળખવાનો છે. ખરું સુખ છે તે બહારનું નથી; આત્મામાં છે. માટે તેને પામવા આત્મચિંતવન કરવું. પ્રીતિ પરમાંથી કાઢીને જેણે આત્માનું ઓળખાણ કરાવ્યું તેવા પરમ પુરુષમાં જોડવી.
21.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org