________________
ઉપદેશસંગ્રહ-૪
૪૧૫ હતો; પછી તેના બાપે સમજાવ્યો ત્યારે ચેતીને સાઘુ થઈ ગયો, તેમ ચેતવાનું છે. વિલો મૂક્યો તો સત્યાનાશ વળશે. ક્ષણ ક્ષણ સહજત્મસ્વરૂપ પરમગુરુ” એટલે પોતાનું આત્મસ્વરૂપ જે છે તેને સંભાળવું અને પરમાં વૃત્તિ જતી રોકવી. નહીં તો નજર કરતાં મોહ થાય. અને તે મહાબંઘનમાં લઈ જાય.
તા.૩૦-૧૦-૩૨ ઇન્દ્રિયનાં સુખ એ ખરાં સુખ નથી, પણ દુઃખ છે. એમ કેમ ? સુખને દુઃખ કહ્યાં એ વિરોધ થયો. તો કહેવાનું કે ઇન્દ્રિયના વિષયો પરિણામે દુઃખરૂપ છે. સ્વાદ એ રોગનું કારણ છે, એ રીતે ભોગથી રોગ કહ્યો છે. દરેક જાતનાં ઇન્દ્રિયસુખ ઝાંઝવાનાં નીર જેવાં છે, સંતોષ આપતાં નથી, તેમ તેનો પૂર્ણ ઉપભોગ પણ થઈ શકતો નથી. આત્મસુખ તેથી ઊલટું છે. તે આત્માને ખરી શાંતિ આપે છે. અને તેનું પરિણામ પણ અતિ સુખમય આવે છે. આત્મા છે તે સર્વ પદાર્થથી ભિન્ન છે, અરૂપી છે. એ ન હોય તો બઘાં મડદાં છે. માટે એ છે. જ્ઞાની તેના સાક્ષી છે. માટે એને માનવો અને એ સિવાય પરમાં વૃત્તિ ન રોકવી. જ્ઞાનીની આજ્ઞા છે કે છૂટવું સારું છે. એ વિચારે તેને ઊંઘ આવી નહીં. વળી વિચાર થયો કે સ્ત્રીને કહીને જવું ઠીક છે. તેથી સવારે પોતાનો વિચાર તેની પત્નીને તેણે જણાવ્યો. તે સુશીલ હતી. તેથી તેણે તે વિચારમાં અનુમોદન આપ્યું. પણ કહ્યું કે મને પ્રસવ થવાને હવે બે જ માસ બાકી છે, તો બે માસ પછી તમે જવાનું રાખો તો ઠીક.
બ્રાહ્મણે તેની સંમતિ મળતાં રાજી થઈ બે માસ રહેવાનું કબૂલ કર્યું. બે માસ પૂરા થતાં તે બાઈએ છોકરાને જન્મ આપ્યો. પરંતુ અકસ્માત્ તે બાઈનો દેહ છૂટી ગયો. તેથી છોકરો ઉછેરવાનું કામ બ્રાહ્મણને માથે પડ્યું. એક તો વૈરાગ્ય હતો અને આ છોકરાને ઉછેરવાનું અઘરું કામ માથે પડ્યું તેથી તેનો વૈરાગ્ય વધ્યો.
એક દિવસ તે છોકરાને રમાડતો હતો. તે વખતે ઘરોળીના ઈડામાંથી એક બચ્યું નીકળી નીચે પડ્યું, તે જોઈ બ્રાહ્મણને દયા આવી કે આટલું નાનું બચ્ચું શું ખાશે ? એટલામાં તે બચ્ચા ઉપર એક માખ બેઠી, તેને તેણે પકડી લીધી. આ જોઈ બ્રાહ્મણને એમ લાગ્યું કે હું તેની નકામી ફિકર કરતો હતો. તેને તો તેના પ્રારબ્ધ પ્રમાણે ખાવાનું મળી આવ્યું. તો આ છોકરાનું પ્રારબ્ધ નહીં હોય ? મારે પણ એના પ્રારબ્ધ ઉપર મૂકીને મારો નિશ્ચય પૂર્ણ કરવા ચાલી નીકળવું જોઈએ. પણ પોતાના ગામમાં છોકરાને મૂકીને ચાલી નીકળવું ઠીક નથી, એમ વિચારી યાત્રાનું નામ દઈ તે છોકરાને લઈ તે પરગામ ગયો. ત્યાં એક ચોતરા ઉપર રાતે રહ્યો. વહેલો ઊઠીને છોકરાને કપડું ઓઢાડીને પોતે ચાલતો થયો. - પ્રભાતે બાળક રડવા મંડ્યું એટલે કોઈ દિશાએ જનાર માણસે ત્યાં કોઈ બીજું માણસ જોયું નહીં તેથી તે ઊભો રહ્યો. થોડી વારમાં ઘણાં માણસ ત્યાં એકઠાં થઈ ગયાં. માબાપ વગરનું છોકરું જોઈ કોઈને સોંપવા તેમણે વિચાર કર્યો. એક કોળીએ તે છોકરાને ઉછેરવાનું માથે લીધું. તેને મદદ કરવા મહાજને તેને અમુક રકમ કરી આપી તેથી તે છોકરો તે કોળીને ત્યાં ઊછરી મોટો થયો.
પેલો બ્રાહ્મણ ત્યાંથી ચાલીને કાશી ગયો. ત્યાં વિદ્યાભ્યાસ કરીને આચાર્ય થયો. વિહાર કરતાં કરતાં તે પેલો છોકરો હતો તે ગામમાં આવ્યો. અને કોઈ વૃદ્ધને પૂછ્યું, થોડાં વર્ષ પહેલાં આ ચોતરા ઉપર એક બાળક માબાપ વગરનું હતું તે હજી જીવે છે ? ત્યારે તે વૃદ્ધ હા પાડી અને કહ્યું, તેને બોલાવી લાવું? ત્યારે તે આચાર્યું હા કહી. તેથી તે વૃદ્ધ તે છોકરાને બોલાવી લાવ્યો. તેને આચાર્યે બધી વાત કહી સંભળાવી કે તું કાળી નથી પણ બ્રાહ્મણ છે. તેથી તેને પણ પૂર્વસંસ્કાર જાગવાથી તે પણ આચાર્ય સાથે સાધુ થઈને ચાલ્યો ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org