________________
૪૧૪
ઉપદેશામૃત
મિથ્યાવૃષ્ટિ કેમ જોઈ શકે ? તે તો જરામરણાદિ સહિત આ સંસારસુખમાં લપટાયો છે તે સુખ તો ક્ષણિક છે, મહાબંધનમાં અને ચોરાશીના ફેરામાં લઈ જનાર છે. મોટા મોટા શેઠ સાહુકાર અને યુરોપના લોકો જે સુખ ભોગવે છે તે પૂર્વોપાર્જિત છે. પરંતુ તેમનું મિથ્યાત્વ ગયું નથી, તેથી તે સુખમાં મગ્ન રહી અનંત ભવ વધારે છે. તે સુખથી ભિન્ન ખરું આત્મસુખ જરા પણ જેમને પ્રાપ્ત થયું છે તે ઉપરોક્ત સુખ નહીં ઇચ્છે.
ગમે તેવો જ્ઞાની હોય અને વૃત્તિનો સંયમ ન હોય તો વૃત્તિ ફરી જતાં વાર ન લાગે અને વાત કરતાં નિયાણું થઈ જાય. એક પૈસાધુને ઇયળ થવું પડ્યું હતું. માટે વૃત્તિ ઉપર લક્ષ રાખી નિયાણું તો ન જ કરવું. સંસારમાં ચાહે તેવું સુખ હોય પણ તે આત્મા સિવાયનું છે તેથી તે ખરું નથી અને તેને ત્યાગ્યે જ છૂટકો છે.
તા. ૨૯-૧૦-૩૨
આત્મા પોતાને ભૂલી ગયો છે. સગાંસંબંધી, માબાપ તેને સારો સારો કહી પંપાળે છે. પોતે દેહને અને પોતાને એક સમજે છે. આ જગતમાં કેળાં, કેરી, દ્રાક્ષ વગેરે જેમ ફળ છે તેવાં જ આ માબાપ, સ્ત્રી, પુત્ર આદિ સંજોગ પણ ફળ છે. તે સંજોગ અમુક કાળ માટે છે, એ તારાં નથી એમ કોઈ કહે તો મનાય નહીં. પરંતુ સત્પુરુષ મળે અને સમજાવે કે તું આ નહીં; તું સ્ત્રી નહીં, પુરુષ નહીં; ઘરડો નહીં, જુવાન નહીં; વાણિયો બ્રાહ્મણ નહીં; તું તો સિદ્ધસ્વરૂપ આત્મા છું તો મનાય. તેમના કહ્યા પ્રમાણે સમજે તો દૃઢ પ્રતીત આવે અને એ જ સમિત. તેથી તે બાહ્યાત્મા મટી અંતરાત્મા બને અને પોતાને સર્વથી ભિન્ન જાણે. આ સંસારમાં મારું કશું નથી, બધું સ્વપ્નવત્ છે એમ માને. બ્રાહ્મણનો દીકરો કોળીને ત્યાં ઊછર્યો અને પેાતાને કોળી માનતો
૧. એક સાધુ ઘણું પવિત્ર જીવન ગાળતા હતા. તેમને વચનલબ્ધિ પ્રાપ્ત થઈ હતી તેથી તે બોલે તે ખરું પડતું હતું. આખર વખતે તેમણે શિષ્યોને કહ્યું કે મારું મરણ થશે ત્યારે વાજાં વાગશે અને મારી સદ્ગતિ થશે.
મરણ-પથારી સામે એક બોરડી હતી તેના ઉપર પાકેલા મોટા બોર ઉપર તેમની દૃષ્ટિ પડી. તે બોર બહુ સુંદર છે એવા વિચારમાં જ હતા અને આયુષ્ય પૂરું થયું. તેથી તે બોરમાં ઇયળ થવું પડયું. મરણ થયું પણ વાજાં ન વાગ્યાં એટલે શિષ્યોને શંકા પડી કે ગુરુની શી ગતિ થઈ હશે.
કોઈ જ્ઞાની પુરુષ તે અરસામાં ત્યાં આવી ચઢ્યા. શિષ્યોએ પોતાના ગુરુનાં વખાણ કરી તે મહાત્માને કહ્યું કે અમારા ગુરુનું કહેલું બઘું ખરું પડતું પણ આખરની વાત ખરી પડી નહીં.
તે મહાત્માએ પૂછ્યું કે તેમને આખર વખતે ક્યાં સુવાડચા હતા ?
શિષ્યોએ તે જગા બતાવી. એટલે મહાત્મા ત્યાં સૂઈ ગયા,અને બોરડી તરફ એમની નજર જતાં પેલું પાકું બોર તેમણે દીઠું. તેથી તે બોર નીચે પાડ્યું અને ભાંગીને જોયું તો તેમાંથી મોટી ઇયળ નીકળી. તે તરફડીને મરી ગઈ. તે વખતે વાજાં વાગ્યાં અને તેમની સદ્ગતિ થઈ.
૨. એક બ્રાહ્મણ હતો. તે ઘણો દરિદ્ર હતો. તેને વિદ્યાભ્યાસ કરવાની ઇચ્છા હતી. પરંતુ આખો દિવસ ભીખ માગે ત્યારે પતિ-પત્નીનું પરાણે પૂરું થતું.
એક રાત્રે તે વહેલો જાગ્યો ત્યારે એમ થયું કે અર્ધી જિંદગી તો આમ ને આમ વહી ગઈ ! કેટલું જીવવાનું છે તે ખબર નથી. અને નહીં ચેતું તો વિદ્યાભ્યાસની અભિલાષા અધૂરી રહેશે. તેથી ઘરમાંથી નાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org