________________
ઉપદેશસંગ્રહ-૪
૪૧૩ સપુરુષનું જ સતત ધ્યાન કરવું. અને જેમ સતી સ્ત્રી એક ભરથારને જ વરે છે અને તેને જ ચિંતે છે તેમ આખી દુનિયાને પર માની એક સપુરુષમાં જ વૃત્તિને પરોવવી.
તા. ૨૪-૧૦-૩૨ મુમુક્ષુ-જીવને સપુરુષ સમીપ હોય ત્યારે બુદ્ધિ, વિચાર સ્ફરે છે. પણ તે પછી જરા વારમાં પાછો બહિર્મુદ્ધિ કેમ બની જાય છે ?
પ્રભુશ્રી-અનાદિનો અભ્યાસ છે; તેથી તે તરફ વૃત્તિ દોરાઈ જાય છે. પરવસ્તુ પર—બાહ્ય દેખાતી અનેક વસ્તુ પર જે પ્રીતિભાવ થાય છે તેવો સપુરુષ પ્રત્યે યથાર્થ રીતે થયો નથી. મનથી માની લે છે કે હું સમજ્યો, દેહાદિ મારાં નથી, હું આત્મા છું, દેહાદિથી ભિન્ન છું; પરંતુ તે તેની માન્યતા જ છે–અંતરથી તેવું પરિણમ્યું નથી, તેવી દશા આવી નથી. કારણ કે ઊંડા ઊતરી વિચાર્યું નથી. આ પર્યાયને માનવાનો અનાદિનો અભ્યાસ છે તે છૂટવા તેવો સતત અભ્યાસ જોઈએ. સપુરુષનો બોધ ઘણો સાંભળી તે ઊંડો ઉતારવો જોઈએ. તે માટે પુરુષ પર અપૂર્વ પ્રતિભાવ પ્રગટવો જોઈએ. જેના પર પ્રીતિ હોય તે તો ઘડી ઘડી સ્મૃતિમાં રે.
તા.૨૭-૧૦-૩૨ મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે. અને તેનો વિયોગ થતાં માથું ફૂટે છે–સ્ત્રી, પુત્ર હોય તેમાંથી કોઈ માંદું પડે કે મરી જાય, ઘન હોય તે જતું રહે કે દેવું થાય, શરીરમાં રોગ થાય, વૃદ્ધાવસ્થા આવે ત્યારે તેની ચિંતામાં ને ચિંતામાં અનેક રીતે બંઘન કરે છે. એને શ્રદ્ધા નથી કે આ બધું પૂર્વ કર્મથી મળ્યું છે. કેમ થશે ? શું થશે ? એવી ચિંતા મિથ્યાત્વી કરે છે. સમકિતી જાણે છે કે પૂર્વકર્મ પ્રમાણે લખ્યા લેખ છે તે ભોગવવાના છે અને તે મુજબ થઈ રહે છે. તે પ્રયત્ન કરે છે, વ્યવહારમાં વર્તે છે પરંતુ તેથી પર રહીને–જેમ ઘાવ બાળક ખેલાવે તેમ–તેમાં લીન ન થાય. લીન તો આત્મામાં રહે.
શ્રદ્ધા રાખે કે બધું થઈ રહેશે, તેને કોઈ પ્રકારની ચિંતા ન હોય. માટે મિથ્યાત્વીની રીતે કોઈ પ્રકારની ચિંતા ન કરવી. બધું પ્રભુને સમર્પણ કરવું. સંજોગવશ બઘું બન્યા કરે છે. એમ ભવોભવ કાળ ગયો છે અને બનતું આવ્યું છે. તેમાંથી છૂટવું હોય તો તે પર છે એવી બુદ્ધિ રાખવી. સદ્ગુરુની આજ્ઞા વિચારી આત્મસાઘનનો પુરુષાર્થ કરવો.
સમકિતી છે તે આત્માનું સુખ શું છે તે સમજી શકે છે. મિથ્યાત્વીને તેનો લક્ષ નથી. તેથી તે સમજે છે કે સાધુ-મુનિને ઘન, સ્ત્રી વગેરે કંઈ નથી તો તેમને સુખ શું? પણ શું સાધુ-મુનિને તેની વાસના હોય? તેમને એ તરફ દ્રષ્ટિ પણ ન હોય, એને તો વિષ્ટા સમાન ત્યાગેલું સમજે છે. ત્યારે તેમની પાસે શું હોય ? કંઈ હોય તો ખરું જ ને ? તે તો તેમનામાં રહેલો પાવરઆત્મસુખ. જેણે તે અનુભવ્યું છે તે જ તે સમજે અને સમજે તો પછી તેને જ ઇચ્છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org