________________
૪૧૨
ઉપદેશામૃત છે. આત્મજ્ઞાનની ભવ્ય ઇમારત ચણવી છે. તે કર્મક્ષય વગર કેમ થાય ? તે માટે વિષયકષાયને જીતવા. એકાગ્રતાથી ભક્તિપૂર્વક આપ્તપુરુષનો બોઘ શ્રવણ કરી, મનન કરી દૃઢ આચરણ કરવું. ઉપયોગ સ્થિર કરવો. દૂઘ છે તેનું દહીં થવું જોઈએ, સંકલ્પ-વિકલ્પ મટી સ્થિરતા આવવી જોઈએ.
સમયે ગામ મા પમg' ક્ષણ ક્ષણ કરતાં આયુ ચાલ્યું જાય છે, ત્યાં અમૂલ્ય સમય માત્ર પણ વૃથા જવા દેવાથી ભવ હારી જવા જેવું થાય. માટે ઉપયોગ વૃઢ કરવો. મંત્રનું સ્મરણ સતત રાખવું.
તા.૩૧-૫-૩૧ હવે પકડ કરી લેવી. વૃઢતા, નિશ્ચય, શ્રદ્ધા, વિશ્વાસ એવાં કરવાં કે કોઈ પણ પ્રસંગમાં તેનું વિસ્મરણ ન થાય અને નિઃશંકતા આવે તો મરણ સમયે નિર્ભય રહેવાશે.
તા.૭-૯-૩૨
દરેક પ્રકારનો મોહ છોડવો. નહીં તો બંઘ થશે અને તે અનંત સંસારમાં રખડાવશે. દરરોજ નિયમિત રીતે ઘર્મવૃદ્ધિ કરવામાં વખત ગાળવો. તે સિવાય જે કાળ જાય છે તથા જશે, એ બધો વૃથા છે. હવે તો જન્મ-મરણથી છૂટવું છે. તે માટે આ ભવ હાથ આવ્યો છે. કાળ ક્ષણે ક્ષણે ચાલ્યો જાય છે તે પાછો આવતો નથી. દરેક પળ અમૂલ્ય છે. તે બધી અંતર ચિંતવન, મનન તથા સદ્ગુરુસ્મરણમાં ગાળવી.
આ આત્મા એકલો આવ્યો છે, એકલો જશે. પોતાનાં બંઘન એકલો ભોગવી દુઃખ પામશે. કોઈ બચાવી નહીં શકે.
તા.૨૩-૧૦-૩૨ કરવાનું એ છે કે સૂક્ષ્મ પ્રકારે પણ મોહ, મમત્વ પોતામાં હોય તે વિચારી વિચારી છોડવાં. અને એક જ્ઞાનીનું અખંડ શરણું લઈ તેને જ આરાઘવું. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ન મૂકવું.
બહુ જ સાવધાન રહેવું. કોઈનો પ્રતિબંધ ન કરવો. આ સારા, આ ખરાબ એમ ન કરવું. કોઈની સાથે માયા, પ્રીતિ, ઓળખાણ, દોસ્તી, વગેરે કરી તો બંઘ થશે. અને અનેક જન્મ ભમાવી મળેલો જોગ વૃથા કરશે. માટે કોઈનો પ્રતિબંઘ ન કરતાં અસંગતા પ્રાપ્ત કરવી. “વાની મારી કોયલ' જેવું છે. એક પછી એક કાળ પૂરો કરી ચાલ્યા જવાના છે. કોઈ ફરી મળે કે ઓળખે એમ નથી. તો પછી વૃથા પ્રતિબંઘરૂપી અનર્થદંડ કરવાથી કેટલું અહિત થાય ! એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org