________________
ઉપદેશસંગ્રહ-૪
તા.૩૧-૧૨-૩૦
જીવને શું કર્તવ્ય છે ? આજ્ઞાપાલન, શ્રદ્ધા, સમકિત. આટલો જન્મ તો એ માટે જ કાયા
ગાળી નાખવી.
ઉપયોગમાં રહેવું. તેમાં ઘણું સમાય છે !
४११
તા.૪-૩-૩૧
સમજો કે આજે ગળું દાબી મરી ગયા. હવે કોઈ બાબતમાં વૃત્તિ ન રોકતાં વૈરાગ્યભાવે વર્તવું. બધું ક્ષણિક છે, ક્ષણભંગુર છે, ત્યાં પ્રીતિ, હર્ષશોક શા માટે ? એ બધાથી છૂટવા આ લાગ આવ્યો છે. તો મંડી પડવું.
તા.૧-૩-૩૧
વીસ દોહરા, આત્મસિદ્ધિ, ક્ષમાપના, વગેરેનું મહત્વ અત્યંત છે ! એ તો આત્મસ્વરૂપ પામેલા, આ કળિકાળમાં દુર્લભ, એવા પુરુષની વાણી છે. એનાથી યથાર્થ સમજ્યું આત્મસ્વભાવ પ્રગટે છે. દેવચંદ્રજીનાં સ્તવનો પણ એક આત્મજ્ઞની વાણી છે. છતાં પરમ કૃપાળુદેવની વાણી એનાથી ચઢિયાતી છે. એવા પુરુષ ઘણે કાળે થયા. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કારરૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો, તો તેમને ગુરુ કરી સ્થાપવા, દૃઢ શ્રદ્ઘા કરવી.
કોઈ પણ જાતની ઇચ્છા સુખ, મોટાઈ, પદવી, વગેરેની ન કરવી. ‘મારે આમ હોય તો સારું, કે હું આમ કરું' વગેરે સંકલ્પ-વિકલ્પમાં મતિને ન જવા દેવી. એથી બંધન થાય છે. આપણે તો છૂટવું છે. જે થવાનું હશે તે થશે. તેમાંથી કોઈ છોડાવવાનું નથી. ઘડપણ પણ આવશે. અત્યારે તો ખુશીથી ઉઠાય બેસાય છે. પછી તો જીવન અકારું થઈ જશે. જીવ કાઢી નાખવાનું મન થશે. છતાં જે કાળ નિર્માયો છે તે પૂરો કર્યે જ છૂટકો. જે દુઃખ પડે તે સમતાથી સહન કરવાં તો જ કર્મ નિર્જરે.
Jain Education International
‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’
સીતા જેવી સતીને માથે દુ:ખ પડવામાં કંઈ બાકી રહી હતી ? છતાં તેને સહન કરીને સમભાવ અને શ્રદ્ધા રાખી તો દેવલોકમાં પ્રતીન્દ્રની પદવી મળી અને મોક્ષે જશે. માટે મનમાં કંઈ જ ન લાવવું. મન ધર્મમાં પરોવવું. વીલો ન મૂકવો.
તા.૨૮-૪-૩૧
બોધ – વિચાર – પ્રતીતિ – સમકિત – ચારિત્ર – કર્મનિર્જરા – મોક્ષ એ શ્રેણિમાં કામ કરવાનું
For Private & Personal Use Only
www.jainelibrary.org