________________
૪૧૦
ઉપદેશામૃત
તા. ૧૮-૧૧-૩૦ એક જીવ હતો. તે ઘોડાનો રખેવાળ હતો. તેમાં પોતાને પૂરો કૃતકૃત્ય માનતો અને પ્રમાદ સેવતો. પછી તે ઊંટ થયો. તે ભવમાં પણ તેમ જ વર્તતો. આમ દરેક જન્મમાં આત્મા મળેલા દેહમાં તદ્રુપ થઈ રહે છે; તેથી જ્ઞાન પામવું મહા દુર્લભ છે. આ ભવ તો ખૂબ બળ કરી સાર્થક કરવો, નહીં તો અનંત ભવ સુધી પસ્તાવો થશે.
અનંત કાળથી આત્મા ભૂલો પડી ભમ્યો છે. કોઈમાં રાગ કે મોહ કરવા જેવું નથી. સગાંસ્નેહી કે એક સોય જેવી ચીજ પણ સાથે આવશે નહીં. આત્મા જ જ્યાં બંઘનમાં છે ત્યાં તેના હાથમાં શું છે? માટે સુષુપ્ત ન રહેતાં જાગૃત થવું જોઈએ. જેટલા ભવ કર્યા તે દરેકમાં આત્માએ મમત્વ કર્યું છે. માટે આ ભવમાં દરેક બહારની વસ્તુ પરથી મમત્વ દૂર કરી શ્રી સપુરુષની આજ્ઞાએ વર્તવું. દરેકને રોગ આવશે, વ્યાધિ થશે, મનોવ્યથા ઉદ્ભવશે; ત્યારે આત્મશાંતિ હશે તો કામ આવશે. છેવટે આત્મા તો ફ્... કરતાં ઊડી જશે.
તા. ૩૦-૧૨-૩૦ જીવને ભૂખ લાગી નથી. યોગ્યતા જોઈએ. સત્પરુષનો યોગ, જિનઘર્મ, વગેરે દુર્લભ છે.
સત, શીલ, ટેક, બ્રહ્મચર્ય લોકોને બતાવવા કંઈ કરવું નહીં. પુરુષાર્થબળ સતત કરવું. દરરોજ એક કલાક ઓછામાં ઓછો આત્માર્થે ગળાય તો જ કંઈક પમાય. “એ તો ઠીક, રોજ કરીએ જ છીએ ને? એમાં શું?’ એમ કરી કાઢી નાખવું નહીં.
જ્યાં સુધી મુમુક્ષતા પ્રગટી નથી, ભૂખ લાગી નથી, “તુંહિ, તુહિ” નું રટણ થતું નથી, ત્યાં સુધી બધું ઉપરછલ્લું છે. શિષ્યને દૃઢ મોક્ષેચ્છા ન થાય ત્યાં સુધી ગુરુ શું કરી શકે ?
આ જીવ અનંત કાળથી રખડ્યો છે, જન્મ, મરણ, જરા, રોગ, ભોગવિલાસ, અશાતા, પ્રપંચ આદિ કરતો અનેક સંકલ્પ વિકલ્પ વડે કર્મથી બંઘાયેલો છે. તેમાં ઘણું દુઃખ વેક્યું છે. પણ આવું અદ્ભુત શરણ પ્રાપ્ત થયું છે તે કોઈ દરિદ્રીને હીરાની ખાણ પ્રાપ્ત થયા જેવું થયું છે. આવો યોગ ત્રિકાળે દુર્લભ છે તો આ દુષમકાળમાં તો તેનું માહાભ્ય અત્યંત છે.
રાગદ્વેષ, સંકલ્પવિકલ્પને રોકવા. મનને ભક્તિભાવમાં, મુખપાઠ કરેલું ફેરવવામાં પરોવવું.
શાળાનું ભણતર બધું લૌકિક છે. એ જ્ઞાન શાશ્વત નથી. એવી કેળવણી તો ઘણા જન્મમાં લીધી અને વિસ્મરણ થઈ. માટે તેમાં કંઈ વિશેષતા નથી. ખરું તો આ જ્ઞાન પામવાનું છે, તેની લૌકિક કિમ્મત કરાવવાની નથી, કારણ કે એ આત્મહિત સંબંધી છે.
યોગ્યતા લાવવામાં ટેક અથવા સત્ અગત્યનું છે. આત્મામાં સત્, ટેક જોઈએ કે આમ જ વર્તવું, આમ ન જ થાય. શીલ વૃઢ પાળવું. પરમ કૃપાળુદેવે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે; પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. કારણ, શીલ એ જ બધાનો આધાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org