________________
ઉપદેશામૃત
યથાયોગ્ય દેખવું એ દર્શન છે.
યથાયોગ્ય સ્વરૂપમાં સ્થિરપણું થવું તે ચારિત્ર છે.
ઉપયોગ એ ધર્મ છે. તે આત્મા છે.
४०८
જ્ઞાન એ ચક્ષુ છે.
ઉપયોગ એ દર્શન છે.
દર્શન એ સમકિત છે.
ઉપયોગ એ આત્મા છે.
નિજરૂપ એટલે જ્ઞાન-દર્શનચારિત્ર.
‘ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.'
૨
તૃષ્ણા, વાસના, ઇચ્છા, વાંચ્છા તે અજ્ઞાન છે. પરભાવના પરિણમનથી અજ્ઞાન થાય છે.
મોહનીયકર્મથી વિકાર થાય છે, સંકલ્પ-વિકલ્પ થાય છે. પરભાવમાં પ્રીતિ કરે છે તે મોહથી—અજ્ઞાન-આત્માથી થાય છે. નિજભાવમાં જાય તે જ્ઞાન અને પરભાવમાં જાય તે અજ્ઞાન.
શુદ્ધ ભાવમાં પરિણમે તે જ્ઞાન છે.
અશુદ્ધ ભાવમાં પરિણમે તે અજ્ઞાન છે.
બાહ્યાત્મા, અન્તરાત્મા, પરમાત્મા.
પરભાવમાં પરિણમે ત્યાં બંઘન થાય છે.
સ્વભાવમાં પરિણમે ત્યાં મોક્ષ એટલે મુકાવું થાય છે.
પરમાં પ્રીતિ કરું નહીં.
પરભાવમાં પ્રીતિ કરું નહીં.
સ્વભાવમાં પ્રીતિ કરું.
બ્રહ્મચર્યનું સ્વરૂપ :—
આત્મસ્વરૂપે રહેવું. બ્રહ્મમાં સ્થિર રહે તે બ્રહ્મચર્ય. પરભાવમાં જાય તેટલો ભંગ.
Jain Education International
તા.૨૩-૧૦-૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org