________________
[૩૫] જે રસ્તે ગયા હતા તે જ પહાડો અને જંગલોને રસ્તે થઈને ગુજરાત તરફ તેમણે વિહાર કર્યો. જતી વખતે જેમ ભીલોએ ઘેરી લઈ ઉપસર્ગ કર્યો હતો તેવો ઉપદ્રવ આ વખતે પણ ભીલોનાં ભયંકર સ્થાનો વટાવીને જતાં તેમને કંઈક અંશે થયો. તેમની સાથે શ્રી મોહનલાલજી અને શ્રી ચતુરલાલજી એ બે સાધુઓ હતા. શ્રી ચતુરલાલજી પાત્રો વગેરે ઉપકરણ લઈ આગળ ચાલતા હતા. પાછળ બન્ને જણ આવતા હતા. કસુંબા ગામ આવતા પહેલાં જંગલમાં શ્રી ચતુરલાલજી આગળ ચાલતા હતા તેમને શ્રી લલ્લુજી અને મોહનલાલજીથી વઘારે અંતર પડી ગયું. તેવામાં બે ભીલ ઝાડીમાંથી નીકળી આવ્યા. શ્રી ચતુરલાલજીને પાછળથી ખભે પકડી એક ભીલે છત્તા નીચે પાડી નાખ્યા. પોટલામાં પાડ્યાં હતાં તે ભાંગી ગયાં. એક પગ પર ચઢી બેઠો અને એક આગળ છાતી ઉપર ચઢી બેઠો. શ્રી ચતુરલાલજી આવેશમાં આવી ગયા, બન્નેને ઉછાળીને ઊભા થઈ ગયા. બન્નેનાં કાંડા પકડી રકઝક કરતા હતા. એટલામાં શ્રી મોહનલાલજી આવી પહોંચ્યા અને પાછળ શ્રી લલ્લુજી પણ આવતા હતા. તેમને જોઈને બન્ને ભીલનાં ગાત્ર નરમ થઈ ગયાં, અને કરગરવા લાગ્યા. શ્રી લલ્લુજી આવી પહોંચ્યા એટલે બન્ને ભીલોને શિખામણ દઈ તેમણે છોડાવી દીધા.
૧0
વિહાર કરતા કરતા મુનિવરો નરોડા આવ્યા અને સં. ૧૯૫૯ નું ચોમાસું નરોડા કર્યું. ચોમાસામાં અમદાવાદ આદિ સ્થળેથી મુમુક્ષુઓ મુનિ-સમાગમ અર્થે અવારનવાર આવતા. ત્યાંથી તીર્થયાત્રા અર્થે મુનિવરો નાની મારવાડ તરફ પઘાર્યા.
પંચતીર્થમાં સાદડી પાસેનું રાણકપુર એક તીર્થસ્થળ ગણાય છે. ત્યાં શ્રી લલ્લુજી આદિ મુનિઓ જવાના છે એમ એક વિદ્વેષી સાધુને ખબર પડવાથી તેણે સાદડી પ્રથમથી જઈ બઘા શ્રાવકોને સમજાવ્યું કે સ્થાનકવાસી સાધુઓ અહીં આવવાના છે તેમને આહારપાણી ન આપવાં. તે ઉન્માર્ગી છે, તેમને મદદ કરવાથી મિથ્યાત્વ લાગે, વગેરે તેમના મનમાં સજ્જડ ઠસાવી દીધું. જ્યારે તે મુનિવરો રાણકપુર પધાર્યા, દેરાસરમાં દર્શન ભક્તિ કરી આહારપાણી માટે ગયા ત્યારે આહારની વાત તો દૂર રહી પણ તેમને પાણી સરખું મળ્યું નહીં. કોઈ ગરમ પાણીથી સ્નાન કરતા હતા, તેમની પાસે એક મુનિએ પાણી માંગ્યું તોપણ આપ્યું નહીં. બીજે દિવસે ભિક્ષાર્થે ગયા તોપણ તેમ જ થયું. સાથેના મુનિઓને એમ લાગ્યું કે આપણે વિહાર કરી બીજા ગામે જવું સારું. પણ શ્રી લલ્લુજી સ્વામીએ તો નિશ્ચય કર્યો કે પ્રાપ્ત પરિષહ જીતવો એ જ નિગ્રંથ માર્ગ છે; કઠણાઈથી ડરી જવું કે ભાગતા ફરવું એ કાયરનું કામ છે. ત્રીજે દિવસે પણ પાણી સરખું મળ્યું નહીં. આમ નિર્જળ અઠ્ઠમ પૂરો થયો.
તેવામાં ખંભાતનો સંઘ યાત્રાર્થે નીકળેલો તે જ દિવસે રાણકપુર આવી પહોંચ્યો. તેમણે કોઈ મુનિઓ હોય તો વહોરાવીએ એવી ભાવનાથી તપાસ કરી તો ખબર પડી કે શ્રી લલ્લુજી આદિ મુનિઓ અહીં છે. તેથી તેમને બોલાવી લાવી તેમણે ભક્તિપૂર્વક આહારપાણી વહોરાવ્યાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org