________________
૪૦૨
ઉપદેશામૃત
અશાતા તે આત્મા નહીં અને આત્મા તે શાતા-અશાતા નહીં—કર્મનો ભોગવટો કહેવાય. જીવ તેને પોતાનો માની બેઠો છે. કોઈ એક સદ્ગુરુ મળે ને બાણથી વીંધીને મારે તો સોંસરું ઊતરી જાય.
" एगोहं णत्थि मे कोइ, नाहं अन्नस्स कस्सइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ ||
एगो मे सस्सदो अप्पा णाण- दंसणलक्खणो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा || "
આત્મા શાશ્વત છે, એનું આ કોઈ નથી એમ નિશ્ચય જાણો. એ આત્મા તો સમ્યગ્દષ્ટિ સમદૃષ્ટિ જ્ઞાનીપુરુષોએ જાણ્યો છે. તે જ્ઞાની પુરુષે જે દર્શાવ્યું છે, દેખાડયું છે તે સાચું છે. જડ તે જડ અને ચેતન તે ચેતન. જડ તે ચેતન નહીં થાય અને ચેતન તે જડ નહીં થાય, એ નક્કી જાણજો.
બધાય દહાડા કાઢે છે. આટલાં વર્ષ ગયાં ને જાય છે. આત્મા તો છે તેવો જ છે. આત્મામાંથી શું ઓછું વત્તું થયું ? એક વાર કેટલી ?—સમજણ જોઈએ.
‘“સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ.’
સમજણ તો જોઈશે જ. આ અમારું કાલું-બોબડું બોલવું થાય છે, પણ તેમાં ફેરફાર ન જાણશો. ગુરુકૃપાથી, શરણથી સમજણમાં આવે છે. તમારો પ્રશ્ન−‘ગુરુગમ શું ?' એ સાંભરે છે. એનો અર્થ સમજ્યા વગર શું ખબર પડે ? એ સમજણ સદ્ગુરુના બોધના શ્રવણે આવે. બોધ સાંભળે એને થાય. યોગ્યતા પ્રમાણે તે સમજી જાય છે; યોગ્યતાએ સમજાય છે, બીજાને નહીં. જીવની યોગ્યતા હોય તેટલું સમજાય છે. યોગ્યતા જોઈએ.
સૌથી મોટી વાત એ છે કે સત્સંગ અને બોધ એ બે રાખજો. ગમે તેમ ગમે ત્યાંથી એ બે લેવાં. આ જ મુખ્ય કામ છે. એમાં જ બધું છે, તો જ સમજાય. આત્મા છે; આત્માની સત્તા છે તો આ જણાય, દેખાય.
દુ:ખ થાય તે કર્મ છે. કર્મ તો જાય છે, મુકાય છે, તે આત્મા નથી; પણ સમજાતું નથી; કારણ, ખામી છે. બોધ અને સમજણની જરૂર છે. બોધ જોઈએ.
‘માં બાળફ સે સવ્વ નાળŞ.' એક સદ્ગુરુથી આત્માને જાણ્યો તો બસ, બધું જાણ્યું. આત્માને જાણી લેવો.
આ બધા તો સંજોગ છે; બાંધેલા છે. વીતરાગમાર્ગ સૌથી મોટો છે. કર્મ તો જવાનાં, જાય છે—એનો સ્વભાવ એ જ છે. આત્મા તો શાશ્વત છે. એ આત્મા જાય નહીં.
Jain Education International
બનવાકાળ તે આટલું બોલાયું, વાત સંભળાવી. અશક્તિ એટલી છે કે બોલી શકાય નહીં. આયુષ્યની દોરી હોય તો બચે. કશુંય પાંસરું નહીં. દેહ તો છૂટી જાય; આત્મા શાશ્વત છે. અમારે તો એક સદ્ગુરુનું શરણું છે, તેથી આત્માની વાત કરીએ તે પાછી ફરે નહીં.
For Private & Personal Use Only
www.jainelibrary.org