________________
ઉપદેશસંગ્રહ–૩
૪૦૧
તા.૩૧-૩-૩૬ મૂળ માર્ગ વીતરાગ માર્ગ છે. કર્મ છે, આત્મા છે. બન્નેને જ્ઞાની જાણે છે. આત્મા જ્ઞાનીએ યથાતથ્ય દીઠો છે, એમ કહેવાશે. છોકરાં, હૈયાં, પૈસો એ આદિ પુદ્ગલ, કર્મ છે. કર્મ તો મુકાય છે. અનંત કાળથી મુકાતાં આવ્યાં છે. કોઈને ય મુકાયા વગર રહ્યાં છે ? પણ આત્માની ઓળખાણ થઈ નથી. આ બધો વ્યવહાર કર્મ સંજોગ-સંબંઘને લઈને કરવો પડે છે. આત્માની ભાવના તો કોઈ જ્ઞાનીએ ભાવી, તે પરિચય કરવો છે. તે પરિચય જ્ઞાની જ જાણે છે.
ક્ષેત્ર ફરસના નાસિકની તે જવું થયું. કર્મપુદ્ગલ જે દી તે દી તો મૂકવાનાં છે, મુકાશે. અનંતા ભવથી મૂક્તો આવ્યો છે. છતાં આત્મા તો તેવો જ છે. તેને કંઈ થયું છે? મનુષ્યભવ દુર્લભ છે. તેમાં એક સત્સંગ અને સપુરુષનો બોઘ એ બે જોઈએ. તો કંઈ ફિકર નહીં. ‘ફિકરકા ફાકા ભર્યા તાકા નામ ફકીર.' આત્મા શું છે? આત્મા કેવો છે? હવે કંઈ ફિકર છે નહીં. દિવસ પણ થયા, અવસ્થા પણ થઈ. જન્મ-મરણ, એ વિકલ્પ જ ન કરવો. જન્મ-મરણ તો વ્યવહાર છે. જન્મ-મરણ હોય તોય શું? ન હોય તોય શું? એ તો કર્મ છે. આત્માને શું? આત્મા તો જુદો છે. નિશ્ચયથી આત્મા જેમ છે તેમ છે. તેમાં કંઈ ભેદ પડ્યો છે? આવું છે, તો પછી શું? કંઈ નહીં.
મળ્યા હોય તે સાંભરે. ક્ષેત્ર ફરસના. આ જગા મળી તો આ, નાસિક તો નાસિક, હે પ્રભુ ! મુંબઈએ તો તોબા, જુલમ કર્યો છે! કોણ જાણે ક્યાંથી એટલાં બધાં માણસો આવ્યાં હશે, સ્ટેશન ઉપર. પણ બઘાને સમજણ ક્યાં ?
સમજણમાં હોય તે હોય. સમજણ જ કામ કરે છે. સમજી લેવાનું છે. હે ભગવાન ! શું કરું ? હું તો થાક્યો; હું કંઈ જ જાણતો નથી; ગુરુનો જ પ્રતાપ છે! તેથી કદાચ દુઃખ હોય તો ય શું ? તે ન હોય તો ય શું ? સમજણ જોઈએ. હે ભગવાન! હું કંઈ જ જાણતો નથી. “એક વિઠ્ઠલવરને વરીએ.” બસ થઈ રહ્યું ! તે જે છે તે છે.
આત્મા સિવાય તે બીજાને કહેવાય ? આત્મા સિવાય તે બીજાને મનાય ? સમજણ જેટલી હોય તેટલી ખરી. આત્માને જ કહેવાય. બીજાને કહેવાય કે મનાય ? સૂઝે તેટલો ક્ષયોપશમ હોય, પણ તેમાંય ભેદ–ક્ષયોપશમથી ખબર પડે ? ક્ષયોપશમ તે આત્મા ન હોય. તેને આત્મા માની બેસે છે. તે તો બઘા સંજોગો. આત્મા નો છે ઢીંગલાઢીંગલીની રમત !
ત્યારે સંકલ્પ-વિકલ્પ કેમ આવે છે? સંકલ્પ-વિકલ્પ તો આવે, કર્મ હોય ત્યાં સુધી આવે તે કર્મના, આત્માના નહીં. કર્મ ન હોય તો કંઈ નહીં; કર્મ હોય તો હોય–બધાયને વેદવાં પડે. કર્મ હોય તે બઘાયને વેદવાં પડે. જેટલી લેવડદેવડ કરવાની હોય તે કરવી પડશે. છપ્પનકોટિ જાદવ,તેમણે પણ ચિત્રવિચિત્ર જોયું, વેધું ! તે તરફ જોવું જ નહીં. એક આત્મા જ જોવો. અને બીજું તો “થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ.”
શાતા-અશાતા તો બાંધી છે તે જીવને આવ્યા કરે, દિવસ ને રાત જેમ આવ્યા કરે છે તેમ. જેમ દિવસ તે દિવસ છે, દિવસ તે રાત નહીં અને રાત તે દિવસ નહીં, તેમ શાતા
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org